કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા


ભાવનગર અને અમરેલી જિલ્લાના વેપારીઓ પાસેથી માલ લીધા બાદ રૃપિયા ન આપ્યા
પૈસાની ઉઘરાણી કરે તો અમદાવાદ અને સાવરકુંડલાના શખ્સો ભડાકે દેવાની ધમકી આપતા
ભાવનગર – ભાવનગર અને અમરેલી જિલ્લાના જીનીંગ મીલના વેપારીઓ પાસેથી કરોડો રૃપિયાનો કપસા લીધા બાદ રૃપિયા નહીં આપી ભડાકે દેવાની ધમકી દઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર અમદાવાદ, સાવરકુંડલાના શખ્સો ત્રણ કેસમાં ત્રણ-ત્રણ વર્ષ કેદની સજા અને રોકડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મદાવાદના સેટેલઈાટ, દેવઆર્ક પાછળ, આશાવરી ટાવર, ૯૦૨માં રહેતો અને વલ્લભ એક્ઝીમનો ડિરેક્ટર જીતેશ રમેશભાઈ ગાજરિયા તેમજ યશવંત ઉર્ફે અશ્વિન નટવરલાલ ત્રિવેદી (રહે, મારૃતી પ્લોટ નં.૧૦, ગ્રામ સેવા હાઉસીંગ સોસાયટી, મહુવા, સાવરકુંડલા) નામના શખ્સો સામે જીનીંગ મીલ માલિક અકબરભાઈ અભરામભાઈ બીલખિયા (રહે, બોરડાવાડી, ઘાંચીવાડ, ગારિયાધાર) અને અલારખભાઈ અભરામભાઈ બીલખિયા (રહે, બીલખિયાનગર, વીરડી રોડ, ગારિયાધાર)એ વર્ષ ૨૦૧૩માં કુલ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



