दुनिया
હોસ્પિટલોમાં રેડિયોલોજિસ્ટની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરાશે


– અમેરિકાની સૌથી મોટી હોસ્પિટલના સીઈઓનું નિવેદન
– એક્સરે, સીટી સ્કેન, અન્ય મેડિકલ ઈમેજિસ વાંચીને ડોક્ટરોનું કામ ઘટાડશે, ઘણા કેસમાં તેમની જગ્યા લેશે
ન્યૂ યોર્ક : અમેરિકાની મોટી હોસ્પિટલ સિસ્ટમ એનવાયસી હેલ્થ એન્ડ હોસ્પિટલ્સના સીઈઓએ કહ્યું કે, એઆઈ ભવિષ્યમાં રેડિયોલોજિસ્ટ્સનું કામ કરશે. આ સિવાય એઆઈ એક્સરેનું નિદાન પણ કરશે.
ન્યૂ યોર્ક બિઝનેસ કોન્ફરન્સમાં સીઈઓ મિશેલ કેટ્સે કહ્યું કે, જો સરકાર મંજૂરી આપે તો એઆઈ એક્સરે, સીટી સ્કેન અને અન્ય મેડિકલ ઈમેજિસ વાંચીને ડોક્ટરોનું કામ હળવું કરી શકે છે અને ઘણા કેસમાં તેમને બદલી પણ શકે છે.



