मनोरंजन
રેમો ફર્નાન્ડિઝ 11 વર્ષ બાદ એબીસીડી થ્રી બનાવશે


– રાઘવ જુયાલને ઓફર કરાયાની અટકળો
મુંબઇ : રેમો ડિસોઝાએ પોતાની ડાન્સ ફિલ્મની ત્રીજી ફ્રેન્ચાઇઝી ‘એની બડી કેન ડાન્સ ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ પહેલા એવા સમાચાર હતા કે, રેમો આ ફ્રેન્ચાઇઝીના ૩જા ભાગ માટે અભિનેતા-ડાનસર રાઘવ જુયાલ સાથે ફરી કામ કરશે. જોકે રાઘવ જુયાલે હજુ સુધી આ વિશે કન્ફર્મ કર્યું નથી.



