दुनिया

ઈરાનની ‘લાઈફલાઈન’ ગણાતા ગેસ ફિલ્ડ પર ઇઝરાયલનો મોટો હુમલો, વીજળી સંકટ પેદા થવાની સંભાવના | Israel Hits South Pars Gas Field: Iran’s Energy Lifeline Under Attack Amid Rising Global Oil Prices



Israel Hits South Pars Gas Field : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. સોમવારે ઈઝરાયેલે ઈરાનના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘સાઉથ પાર્સ’ પર ભયાનક હુમલો કરીને તેની આર્થિક કમર તોડી નાખી છે. ફારસની ખાડીમાં સ્થિત આ પ્લાન્ટ ઈરાન માટે સોનાની ખાણ સમાન છે, કારણ કે દેશનો 70 ટકા ગેસ પુરવઠો આ એક જ ક્ષેત્રમાંથી આવે છે. આ હુમલાને કારણે ઈરાનના ઉદ્યોગો, વીજળી ઉત્પાદન અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને લાંબા ગાળાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પ્લાન્ટનું રિપેરિંગ કરવામાં મહિનાઓ કે વર્ષો લાગી શકે છે.

ઈઝરાયલે ટ્રમ્પના શાંતિના દાવાઓ પર સવાલ ઉભા કરી

ઈઝરાયેલનો આ હુમલો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટા આંચકા સમાન માનવામાં આવે છે. ગયા મહિને પણ આ પ્લાન્ટ પર હુમલો થયો હતો, ત્યારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે, હવે ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા નહીં થાય. જોકે, ઈઝરાયેલે ફરી એકવાર સાઉથ પાર્સને નિશાન બનાવીને ટ્રમ્પના શાંતિના દાવાઓ પર સવાલ ઉભા કરી દીધા છે. ઈઝરાયેલનું માનવું છે કે ઈરાન આ ગેસ વેચીને જે કમાણી કરે છે, તેનો ઉપયોગ હિઝબુલ્લાહ અને હમાસ જેવા સંગઠનોને મદદ કરવા માટે કરે છે, તેથી તેની આવકના સ્ત્રોત રોકવા જરૂરી છે.

આ પણ વાંચો : ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા, લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર

હુમલાની અસર વિશ્વભરમાં થવાની સંભાવના

આ હુમલાની અસર માત્ર ઈરાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની વૈશ્વિક અસરો પણ જોવા મળી શકે છે. સાઉથ પાર્સનો વિસ્તાર દરિયાઈ વેપારના મુખ્ય માર્ગ ‘હોર્મુઝ’ની ખૂબ નજીક હોવાથી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. જો ઈરાન આ હુમલાનો વળતો જવાબ આપે, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ મોંઘા થઈ શકે છે.

મધ્ય-પૂર્વમાં સ્થિતિ બેકાબૂ

હાલ મધ્ય-પૂર્વમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય તેવું જણાય છે. ઈરાને અગાઉ ચેતવણી આપી હતી કે, જો તેના ગેસ ઠેકાણાઓ પર હુમલો થશે તો તે શાંત નહીં બેસે. આ સંઘર્ષ હવે સીધા મિસાઈલ યુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા છે, જેમાં સાઉદી અરેબિયા અને કતાર જેવા પડોશી દેશો પણ લપેટામાં આવી શકે છે. રાજદ્વારી નિષ્ણાતો માને છે કે આ હુમલાએ શાંતિ વાટાઘાટોના તમામ રસ્તાઓ લગભગ બંધ કરી દીધા છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ઈરાનને સૌથી મોટો ફટકો, ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનું US-ઈઝરાયલની એરસ્ટ્રાઇકમાં મોત



Source link

Related Articles

Back to top button