સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 46 મહિનાથી ભાડું મળ્યું નહીં અને મકાન આપવામાં બીલ્ડર દ્વારા અખાડા | Beneficiaries of Sanjay Nagar Pradhan Mantri Awas Yojana have not received rent for 46 months

![]()
Vadodara : વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર સંજયનગર ઝૂંપડપટ્ટી તૂટી એના નવ વર્ષનો સમય થઈ ગયો છતાં ગરીબોને મકાન મળ્યા નથી એટલું જ નહીં નક્કી કર્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ભાડું પણ મળતું બંધ થઈ ગયું છે જે અંગે આજે વડોદરા કોર્પોરેશનમાં ઝૂંપડાવાસીઓનો મોરચો આવ્યો હતો. ભાડું અને મકાન આપવાની માંગણી સાથે મચાવ્યો હતો. છેલ્લા નવ વર્ષથી વારસિયા વિસ્તારમાં સંજયનગર ઝુપડપટ્ટી તોડી નાખી પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાની કામગીરી સાંઈ ઇન્ફ્રા નામના ખાનગી બિલ્ડરને સોંપવામાં આવી હતી.
હરણી વારસીયા રીંગ રોડ પર આવેલી સંજય નગર ઝૂંપડપટ્ટી તોડી નાખવામાં આવ્યા એને નવ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ખાનગી બિલ્ડરને 36 મહિનામાં મકાનો બનાવીને આપવા અંગે કરાર કરવામાં આવ્યો હતો પરંતુ આજે નવ વર્ષનો સમય થઈ ગયો છતાં મકાન મળ્યા નથી એટલું જ નહીં દર મહિને ભાડું ચૂકવવામાં આવતું હતું તે પણ છેલ્લા 46 મહિનાથી ભાડું ચૂકવ્યું નથી. કોર્પોરેશન આશ્વાસન આપી રહ્યું છે કે તેમને મકાન અને ભાડું ચૂકવવામાં આવશે પરંતુ આજ દિન સુધી કોઈ મકાન અને કોઈ ભાડું ન આપતા સ્થાનિકો આજે રોસે ભરાઈને વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા સાથે સાથે આગામી દિવસ ઇલેક્શન જાહેરાતને લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે કે જો વોટ માગવા આવશે તો ચપ્પલ ખાવા પડશે તેઓ ઉગ્ર રજૂઆત કરી હતી.



