दुनिया

LIVE : ‘સીઝફાયર’ ની ચર્ચા વચ્ચે ઈરાનનું મોટું નુકસાન, ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈન્ટેલિજન્સ ચીફનું મોત | Israel USA vs Iran War Updates LIVE on 6 April 2026 Donald trump and Netanyahu


Israel-USA vs Iran War Updates | અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલો યુદ્ધ દિવસે ને દિવસે ભયાનક સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં તો ઈરાને ઈઝરાયલના મહત્ત્વપૂર્ણ શહેર તહેરાનમાં અમેરિકા સાથે મળીને ભયાનક હુમલાઓ કર્યા હતા. 

Israel-USA vs Iran War Updates LIVE : 

‘સીઝફાયર’ ની ચર્ચા વચ્ચે ઈરાનને મોટું નુકસાન, ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈન્ટેલિજન્સ ચીફનું મોત  

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, આજે વહેલી સવારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશનના ચીફ મેજર જનરલ માજિદ ખાદેમી શહીદ થયા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ ઈરાની ગુપ્તચર વિભાગના ટોચના વડાનું મૃત્યુ થતાં હવે તણાવ નવી સપાટીએ પહોંચ્યો છે. IRGC એ આ ઘટનાને દેશ માટે મોટી ખોટ ગણાવી છે અને ઈરાન આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે તેવી ચેતવણી પણ આપી છે. આ હાઈ-પ્રોફાઈલ ટાર્ગેટિંગ બાદ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક વળાંક લઈ શકે છે.

LIVE : 'સીઝફાયર' ની ચર્ચા વચ્ચે ઈરાનનું મોટું નુકસાન, ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈન્ટેલિજન્સ ચીફનું મોત 2 - image

તહેરાનમાં ઈઝરાયલે તબાહી મચાવી, 6 નિર્દોષ બાળકોના મોત 

તેહરાન ઇમરજન્સી સેન્ટરના અહેવાલ અનુસાર, ગઈકાલે રાત્રે તેહરાન પ્રાંત પર થયેલા અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં છ નિર્દોષ બાળકોના મોત થયા છે, જેમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓનો સમાવેશ થાય છે. આ તમામ મૃતક બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું જણાવાયું છે, જેમને તેહરાને આ હુમલાના ભોગ બનેલા ‘શહીદ’ તરીકે જાહેર કર્યા છે. મધ્ય-પૂર્વમાં વધી રહેલા આ ભીષણ જંગમાં નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકોના મોતના સમાચારથી આંતરરાષ્ટ્રીય સ્તરે માનવીય સંકટની ચિંતા વધુ ઘેરી બની છે.

ઈરાને હાઈફાને હચમચાવ્યું, ભયાનક મિસાઈલો ઝીંકી 

ઈરાન દ્વારા ઈઝરાયલના હાઈફા (Haifa) શહેર પર કરવામાં આવેલા વળતા હુમલા બાદ ત્યાં ભારે વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ હુમલામાં અનેક ઈમારતો અને રહેણાંક વિસ્તારોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો છે, જેમાં કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની પણ આશંકા છે. ઈઝરાયલના આ મહત્વના બંદર શહેર પર થયેલા આક્રમણને કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ઈમરજન્સી સેવાઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. ઈરાને આ હુમલાને ઈઝરાયલના અગાઉના કૃત્યોનો જવાબ ગણાવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ હવે અત્યંત ઘાતક અને જોખમી તબક્કામાં પહોંચી ગયું હોય તેવું જણાય છે.

અમે બાળકોથી નજર નથી મિલાવી શકતા : અમેરિકાના અધિકારી ટ્રમ્પ પર બગડ્યાં 

નિવૃત્ત ફોર-સ્ટાર નેવી એડમિરલ અને ભૂતપૂર્વ નેવી સીલ વિલિયમ મેકરેવને ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, તેમના કાર્યોએ અમેરિકાને વિશ્વ મંચ પર અપમાનિત કર્યું છે અને બાળકોની નજરમાં પણ દેશની છબી ખરડી છે. મેકરેવને ગંભીર આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પના નિર્ણયો અને કાર્યશૈલીએ રાષ્ટ્રને વિભાજિત કરવાનું સૌથી ખરાબ કામ કર્યું છે. એક ઉચ્ચ સૈન્ય અધિકારી દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરવામાં આવેલી આ ટિપ્પણી અમેરિકાના આંતરિક રાજકારણમાં ચાલી રહેલા ગંભીર અસંતોષ અને નેતૃત્વ સામેના સવાલોને સ્પષ્ટપણે રજૂ કરે છે.

ઈરાને ઈઝરાયલ પર  ક્લસ્ટર મિસાઈલો વરસાવી

અમેરિકાના સમર્થકો પર ઈરાકમાં હુમલો 

ઈરાકના સુલેમાનિયા પ્રાંતમાં કુર્દિશ અલગતાવાદીઓના ઠેકાણાઓ પર ડ્રોન હુમલા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ હુમલાઓમાં અમેરિકાના સમર્થક અલગતાવાદી સંગઠનોના સૈન્ય પોઝિશન્સને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ ડ્રોન સ્ટ્રાઈક્સ પાછળ કયા દેશનો હાથ છે તે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી, પરંતુ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા મોટા સંઘર્ષ વચ્ચે કુર્દિશ જૂથો પરના આ હુમલા પ્રાદેશિક અસ્થિરતામાં વધારો કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાના સ્થળે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે.



Source link

Related Articles

Back to top button