બાબા રામદેવ રાજપુરોહિત હોટલ સંચાલકની જાહેરનામા ભંગ બદલ અટકાયત | Baba Ramdev Rajpurohit Hotel Manager Detained for Violating Notification

![]()
Vadodara : કપુરાઈ પોલીસ ટીમ દ્વારા હાઇવે પર આવેલી બાબા રામદેવ રાજપુરોહિત હોટલ ખાતે ગઈકાલે રાત્રે તપાસ કરાતા હોટલ સંચાલક લાલાભાઈ બોગાભાઈ ભરવાડ (રહે. ભાલીયાપુરા ગામ)એ છ કામદારોને કામ પર રાખ્યા હોવાનું બહાર આવ્યું હતું.
જોકે, આ તમામ કામદારો અંગે લેબર રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યું ન હતું. જાહેરનામા મુજબ કામ પર રાખેલા કામદારોની સંપૂર્ણ માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત હોવા છતાં નિયમનો ભંગ થતાં પોલીસે હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ઘરફોડ ચોરીના અનેક કિસ્સામાં તસ્કરોએ કામ મેળવીને અથવા કામના બહાના હેઠળ રેકી કરી મિલકત વિરુદ્ધના ગુનાઓ આચર્યા હોવાની ઘટનાઓ નોંધાઈ છે. આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે જ કામદારોની માહિતી સ્થાનિક પોલીસને આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. સાથે જ કામદારો મજૂરી કામ છોડી વડોદરા શહેર છોડી જતા રહે ત્યારે પણ તેની જાણ પોલીસને કરવી ફરજિયાત છે.



