गुजरात

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bottles of codeine syrup



– ધોળકાના સીમેજ-કૌકા રોડ પર

– પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી સપ્લાય કરનાર વટામણના શખ્સની શોધખોળ હાથ ધરી

બગોદરા : ધોળકા રૂરલ પોલીસે સીમેજ-કેળેકા રોડ પર નશાકારક કફ સીરપની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ મામલે સપ્લાયર સહિત કુલ બે વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમેને બાતમી મળી હતી કે, જયપાલસિંહ અરવિંદસિંહ જાડેજા (રહે.સીમેજ) નામનો શખ્સ સીમેજથી કેળેકા ગામ તરફ નશાકારક કફ સીરપનો જથ્થો લઈને પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમી મુજબનો ઇસમ આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

આરોપીની અંગઝડતી લેતા તેના પાસેથી કોડેઇન ફોસ્ફેટ યુક્ત કફ સીરપની ૫ બોટલો મળી આવી હતી. એફ.એસ.એલ. અધિકારીના પ્રાથમિક પરીક્ષણમાં આ સીરપ નશાકારક હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ જથ્થો વટામણના રાજેશભાઇ ઉર્ફે ટીનો સોલંકી (રહે.વટામણ, તા.ધોળકા) પાસેથી મેળવ્યો હતો. પોલીસે જયપાલસિંહની ધરપકડ કરી છે, જ્યારે રાજેશભાઇને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button