गुजरात

કરમસદના પંચવટી વિસ્તારમાં દારૂના જથ્થા સાથે એક્ટિવા મૂકી શખ્સ ફરાર | Man flees after leaving Activa with liquor in Panchvati area of ​​Karamsad



– વિદ્યાનગર પોલીસની બાતમી આધારે કાર્યવાહી

– પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક્ટિવા સહિત રૂ. 83,800 નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો

આણંદ : આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશન હેઠળના કરમસદ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક એક્ટિવા કબજે કર્યું છે. પોલીસને જોઈને બુટલેગર અંધારાનો લાભ લઈ મુદ્દામાલ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

વિદ્યાનગર પોલીસની ટીમ રવિવારના રોજ વહેલી સવારે કોમ્બીંગ નાઈટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કરમસદ બળીયાદેવ ચોકડી નજીક બાતમી મળી હતી કે, કરમસદ પંચવટીમાં રહેતો અજયભાઇ ઉર્ફે પીન્ટો રમેશભાઇ તળપદા પોતાની કાળા કલરની એક્ટિવા પર વિદેશી દારૂનો જથ્થો લઈને વેચાણ માટે આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. કરમસદ ગામ તરફથી આવતી શંકાસ્પદ એક્ટિવાને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે વાહન ઉતાવળે ચલાવી રસ્તામાં જ મૂકી દીધું હતું અને પોલીસ ઓળખી જાય તે પહેલાં અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. પોલીસે એક્ટિવા પર તપાસ કરતા પ્લાસ્ટિકની ત્રણ બેગમાંથી વિદેશી દારૂની નાનીમોટી ૬૬ બોટલો (રૂપિયા ૩૩,૮૦૦) મળી આવી હતી.  પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક્ટિવા સહિત રૂપિયા રૂ. ૮૩,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા આરોપી અજયભાઇ ઉર્ફે પીન્ટો રમેશભાઈ તળપદા (રહે. સંદેશર રોડ પંચવટી, કરમસદ, આણંદ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button