દોઢ કરોડમાં પ્લોટનો સોદો નક્કી કરી ૧.૧૬ લાખ પડાવી લીધા | Plot deal finalized for Rs 1 5 crore 1 16 lakhs seized

![]()
વડોદરા,ડ્રીમ સિટિ રિઓ ક્લબનો પ્લોટ દોઢ કરોડમાં ખરીદવાનું નક્કી કરી ભેજાબાજે પ્લોટ માલિક પાસેથી પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરવા માટેની લીગલ કાર્યવાહી માટે જરૃરી કાગળો તૈયાર કરવાના બહાને ૧.૧૬ લાખ પડાવી લીધા હતા.
છાણી જકાતનાકા વેદા – ૨ સોસાયટીમાં રહેતા બ્રિજભૂષણ સચ્ચિદાનંદ ચૌબે પ્રતાપનગર ડી.આર.એમ. કચેરી ખાતે મેડિકલ ડિપાર્ટમેન્ટમાં ચીફ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વર્ષ – ૨૦૧૧ માં વાઘોડિયા તાલુકાના રવાલ ગામે શ્યામ રામ ફાર્મ જેનું હાલનું નામ ડ્રીમ સિટિ રિઓ ક્લબ છે. ત્યાં ૧૨.૬૯ લાખમાં એક પ્લોટનો વેચાણ દસ્તાવેજ આર.એ.એમ. અર્થ ઓર્ગેનાઇઝર પ્રા.લિ.ના ઓથોરાઇઝ્ડ પર્સન સંજય કનખરા (રહે. ઇન્દ્રપ્રસ્થ ટેઅવર થલતેજ, અમદાવાદ) પાસેથી કર્યો હતો. થોડા સમય પછી અમે આ પ્લોટ વેચાણ કરવા માટે ઓનલાઇન પોર્ટલ પર મેઝીક બ્રિક્સ અને ઓ.એલ.એક્સ. પર વેચાણ માટેની જાહેરાત આપી હતી. તેમાં અમે અમારી દીકરી વૈષ્ણવીનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો.
ગત તા. ૦૭ -૧૨- ૨૦૨૫ ના રોજ વિશાલ ખટવાણીએ કોલ કરીને આ પ્લોટ ખરીદવા રસ દાખવ્યો હતો. બે દિવસ પછી વિશાલ ખટવાણી પ્લોટ જોવા આવતા તેઓને સ્થળ પર લઇ ગયા હતા. તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. તેમાં સરનામુ શિવ ઇલેક્ટ્રોનિક્સ સુમેલ બિઝનેસ પાર્ક આદીપુરા અમદાવાદ લખ્યું હતું અને પોતે ઇલેક્ટ્રોનિક્સ સામાનનો બિઝનેસ કરતા હોવાનું જણાવ્યું હતું. આ પ્લોટ તેઓને પસંદ પડતા દોઢ કરોડમાં સોદો નક્કી થયો હતો. જમીનના કાગળો કઢાવવાના હતા.પરંતુ, અમારી નોકરી નહીં હોઇ સમય નહતો. જેથી, વિશાલ ખટવાણીએ લીગલ દસ્તાવેજો કાઢી આપવાનું કામ સોંપ્યું હતું. તેઓએ કુલ ૧.૧૬ લાખ રૃપિયા લીધા હતા. થોડાસમય પછી તેમણે ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું.તેમણે જણાવેલા સરનામા પર જઇને તપાસ કરતા ત્યાં તેઓની ઓફિસ નહતી.


