मनोरंजन
અક્ષય-વિદ્યાની નવી ફિલ્મનું ટાઈટલ રામ ઔર શ્યામ નક્કી થયું | Akshay Vidya’s new film’s title Ram Aur Shyam has been decided

![]()
– અનીસ બાઝમી સાથે અક્ષયનું કોલબરેશન
– શૂટિંગનો એક તબક્કો પૂરો, હવે મુંબઈ નજીક કર્જતમાં શૂટિંગ આગળ વધશેે
મુંબઈ: અક્ષય કુમાર અને વિદ્યા બાલન વર્ષો પછી એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. આ ફિલ્મનું ટાઈટલ ‘રામ ઔર શ્યામ’ નક્કી થયું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ અનીસ બઝમી ડિરેક્ટ કરી રહ્યો છે. જોકે, આ ફિલ્મને દિલીપ કુમારની આ જ નામની ક્લાસિક ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા નહીં હોય.
અક્ષય કુમાર અને અનીસ બઝમી પણ લાંબા સમય પછી કોલબરેટ કરી રહ્યા છે. ફિલ્મમાં બીજી હિરોઈન તરીકે રાશિ ખન્ના છે જ્યારે વિજય રાઝ પણ મહત્વની ભૂમિકામાં હશે.
અક્ષય કુમાર અને વિદ્યા બાલન આ અગાઉ ‘મિશન મંગલ’, હે બેબી ‘ તથા ‘ભૂલભૂલૈયા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. ફિલ્મનું શૂટિંગ ગત જાન્યુઆરીમાં મુંબઈમાં શરુ થયું હતું.
હવે વધારે શૂટિંગ મુંબઈ નજીકના કર્જતમાં થવાનું છે.



