गुजरात

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Championship



અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તા. ૨૦ થી ૨૩ માર્ચ દરમિયાન યોજાયેલી ૨૭મી નેશનલ ડેફ સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના તરવૈયા અરુશ લાંજેવારે શાનદાર દેખાવ કર્યો છે.

અરુશે આસ્પર્ધામાં કુલ પાંચ મેડલ જીત્યા હતા અને ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું. ખાસ કરીને ૧૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે ૧૦૦ મીટર બટરફ્લાયમાં ગોલ્ડ, જ્યારે ૫૦ મીટર ફ્રીસ્ટાઇલ, ૫૦ મીટર બટરફ્લાય અને ૧૦૦ મીટર ફ્રીસ્ટાઇલમાં સિલ્વર મેડલ, ઉપરાંત ૨૦૦ મીટર ઇન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે.

અરુશ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલીમ લે છે.

આ ચેમ્પિયનશિપનું આયોજન ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા કરાયું હતું અને ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા સંચાલિત કરાઈ હતી. જેમાં દેશભરના ડેફ (બધિર) તરવૈયાઓએ ભાગ લીધો હતો.



Source link

Related Articles

Back to top button