गुजरात
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Run

![]()
કચ્છના ધોળાવીરા ખાતે તા. ૨૧ માર્ચે યોજાયેલી વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા -મેરેથોન દોડમાં દેશભરના દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સફેદ રણમાં યોજાયેલી આ કઠિન દોડે ખેલાડીઓની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી કરી હતી. આ સ્પર્ધામાં ૫૦ કિ.મી., ૧૦૦ કિ.મી., ૧૬૦ કિ.મી. અને ૨૧૭ કિ.મી. જેવી વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન કરાયું હતું. કુલ ૪૦૦ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૨૯૯ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં વડોદરાથી મેહુલ પ્રજાપતિ, પૂજન કમાણી, તરુણ જાદવ અને માનસી રાનડે એ ૫૦ કિ.મી. કેટેગરીમાં ભાગ લીધો હતો અને ઉત્સાહપૂર્વક દોડ પૂર્ણ કરી હતી, જ્યારે અજયકુમાર સિંહે ૧૦૦ કિ.મી. દોડમાં હરીફોને પાછળ રાખીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.



