दुनिया

‘હોર્મુઝ નહીં ખુલે તો…’, યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો, અશ્લીલ શબ્દોમાં ઈરાનને આપી ધમકી | Trump’s Profanity Laced Warning to Iran: Threatens to Destroy Power Plants and Bridges


Donald Trump Iran Threat : અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે દિવસેને દિવસે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાને હાલમાં જ અમેરિકાના ફાઈટર જેટ તોડી પાડ્યા ત્યારે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો છે. તેમણે ઈરાનને અત્યંત આક્રામક અને અશ્લીલ શબ્દોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મંગળવાર સુધીમાં ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો દરિયાઈ માર્ગ નહીં ખોલે, તો મંગળવારે ઈરાનમાં એવો વિનાશ વેરવામાં આવશે જે દુનિયાએ પહેલા ક્યારેય જોયો નથી. 

મંગળવારે ‘પાવર પ્લાન્ટ ડે’ અને ‘બ્રિજ ડે’

ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, મંગળવારનો દિવસ ‘પાવર પ્લાન્ટ ડે’ અને ‘બ્રિજ ડે’ તરીકે ઓળખાશે. જેનો સીધો અર્થ છે કે અમેરિકા હવે ઈરાનના પાવર પ્લાન્ટ અને વીજળી મથકો અને મહત્ત્વના પુલો પર મિસાઈલ મારો કરશે. 

'હોર્મુઝ નહીં ખુલે તો...', યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો, અશ્લીલ શબ્દોમાં ઈરાનને આપી ધમકી 2 - image

ટ્રમ્પે અશ્લીલ શબ્દોમાં ઈરાનને આપી ધમકી

સામાન્ય રીતે રાષ્ટ્રપ્રમુખ સ્તરના નેતાઓ આવી ભાષા વાપરતા નથી, પરંતુ ટ્રમ્પે ખુલ્લેઆમ અશ્લીલ શબ્દો વાપર્યા છે. તેમણે કહ્યું છે કે હોર્મુઝ ખોલી નાંખો, નહીંતર તમે નરકમાં રહેશો.  આ પોસ્ટમાં તેમણે 48 કલાકની સમયસીમા પૂરી થતા પહેલા જ ઈરાન પર દબાણ વધારી દીધું છે. ટ્રમ્પનું આ વલણ દર્શાવે છે કે તેઓ હવે આરપારની લડાઈના મૂડમાં છે.

દુનિયાભરમાં તેલના ભાવમાં ભડકો

ઈરાને હોર્મુઝનો રસ્તો બંધ કરતા વિશ્વના 20% તેલના વેપાર પર અસર પડી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. જોકે, ઈરાને ભારત જેવા મિત્ર દેશોને આ રસ્તેથી પસાર થવાની છૂટ આપી છે, પરંતુ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે રસ્તો બંધ હોવાથી ટ્રમ્પ લાલઘૂમ છે. હવે આખી દુનિયાની નજર મંગળવાર પર ટકી છે કે શું અમેરિકા ખરેખર ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ફુરચેફુરચા ઉડાવી દેશે? 



Source link

Related Articles

Back to top button