गुजरात

અમદાવાદમાં એસ.પી. ગર્લ્સ હોસ્ટેલની 55થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ | 60 Girls Hospitalized After Food Poisoning at SP Hostel Memnagar Ahmedabad



Ahmedabad News : અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી એસ.પી. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં 55થી વધુ વિદ્યાર્થિનીઓને તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં વિદ્યાર્થિનીઓમાં ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા છે. 

અમદાવાદમાં એસ.પી. ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ

મળતી માહિતી મુજબ, મેમનગરની એસ.પી. હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને ભારે તાવ, ઝાડા અને ઉલટી થતાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં 4 એપ્રિલથી 5 એપ્રિલ સુધીમાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ 36 જેટલી વિદ્યાર્થિનીઓને રજા આપી દેવામાં આવી હતી. જો કે, 21 વિદ્યાર્થિનીઓને દાખલ કરાઈ હતી. જેમાંથી અમુકની તબિયતમાં સુધારો આવતા હવે 18 વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: વાવ-થરાદ: મૈત્રી કરારથી સાથે રહેતા પ્રેમીનું યુવતીના પરિવારે અપહરણ કરી તાલિબાની સજા આપી, 24 સામે ફરિયાદ

હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડતાં સમગ્ર મામલો ફૂડ પોઈઝનિંગનો હોવાનું જણાય છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ વિભાગમાં જાણ કરાતાં ટીમ ગર્લ્સ હોસ્ટેલ પહોંચી હતી. હવે ફૂડ વિભાગની ટીમ પાણીના સેમ્પલ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરશે.



Source link

Related Articles

Back to top button