दुनिया

ટ્રમ્પનો ‘સ્ટોન એજ’ પ્લાન એક્ટિવ? દુનિયાભરથી મંગાવેલી મિસાઈલોનો ઈરાન નજીક ખડકલો | US Deploys Lethal JASSM ER Missiles Against Iran Trump’s Stone Age Warning



US Deploys Lethal JASSM-ER Missiles Against Iran | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એવી રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે કે તે ‘પથ્થર યુગ’ (Stone Age) માં પહોંચી જાય. આ જાહેરાત બાદ અમેરિકાએ તેના શસ્ત્રાગારની સૌથી ઘાતક મિસાઈલો ઈરાન તરફ વાળી દીધી છે.

ઘાતક JASSM-ER મિસાઈલો તહેનાત

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકા હવે ઈરાન પર હુમલો કરવા માટે તેની અત્યંત ગુપ્ત અને લાંબી રેન્જની JASSM-ER ક્રૂઝ મિસાઈલોનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. આ મિસાઈલ 965 કિમી દૂરથી દુશ્મનના એર ડિફેન્સને છેતરીને સચોટ નિશાન સાધી શકે છે.

વિશ્વભરમાંથી મિસાઈલો મંગાવાઈ

અમેરિકાએ પેસિફિક ક્ષેત્ર અને પોતાના દેશમાં રાખેલા મિસાઈલ સ્ટોકને પણ મિડલ ઈસ્ટ અને બ્રિટનના એરબેઝ પર ખસેડવાનો આદેશ આપ્યો છે. અહેવાલ છે કે લગભગ 1,000 થી વધુ JASSM-ER મિસાઈલોનો ઉપયોગ તો યુદ્ધના પહેલા ચાર અઠવાડિયામાં જ થઈ ચૂક્યો છે.

અમેરિકાના મિસાઈલ સ્ટોકમાં ઘટાડો

ઈરાન સામેના સતત હુમલાઓને કારણે અમેરિકાના મિસાઈલ ભંડાર પર ભારે દબાણ આવ્યું છે. યુદ્ધ પહેલા અમેરિકા પાસે 2,300 મિસાઈલો હતી, જેમાંથી હવે માત્ર 425 જેટલી જ બાકી રહેવાની શક્યતા છે. આ મિસાઈલોને ફરીથી બનાવવા માટે વર્ષોનો સમય લાગી શકે છે.

બે અમેરિકન વિમાનો તોડી પડાયા

ઈરાને તાજેતરમાં અમેરિકાના એક F-15E સ્ટ્રાઈક ફાઈટર અને એક A-10 એટેક એરક્રાફ્ટને તોડી પાડ્યા છે. આ સિવાય રેસ્ક્યુ મિશનમાં લાગેલા બે બ્લેક હોક હેલિકોપ્ટર પર પણ હુમલો થયો છે. આ નુકસાન બાદ અમેરિકા હવે સીધા વિમાનો મોકલવાને બદલે દૂરથી મિસાઈલ હુમલા કરવા પર ભાર મૂકી રહ્યું છે.

ઓપરેશન એપિક ફ્યુરીની અસર

અમેરિકન  સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ અત્યાર સુધીમાં ઈરાનના 12,300 થી વધુ સૈન્ય ઠેકાણાઓ, મિસાઈલ લોન્ચર્સ અને નેવી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, ઈરાન હજુ પણ અમેરિકી ડ્રોન અને વિમાનો માટે મોટો ખતરો બનેલું છે.



Source link

Related Articles

Back to top button