ગાંધીનગરમાં રોજી રળતા બંગાળી યુવકના કાર ચાલકે પ્રાણ હરી લીધાં | A Bengali youth working as a daily wage earner in Gandhinagar was killed by his car driver

![]()
કોબા-ગાંધીનગર રોડ પર જાનલેવા અકસ્માત
રેસ્ટોરન્ટમાં કિચન હેલ્પરનું કામ કરતો યુવાન પગપાળા જતો હતો ત્યારે પુરપાટ દોડતી કારે ફંગોળી દીધો હતો
ગાંધીનગર : પાટનગરને જોડતા રસ્તાઓ પર રસ ડ્રાઇવીંગ એ આમ વાત બની ચુકી
છે. જેના કારણે સમયાંતરે જાનલેવા અકસ્માત સર્જાતા રહે છે. ગત રાત્રે આવા જ એક
બનાવમાં કોબા-ગાંધીનગર રોડ પરથી પગપાળા પસાર થઇ રહેલા બંગાળી યુવકને પુરપાટ દોડતી
કારે ઠોકર મારીને ફંગોળી દેતાં ગંભીર ઇજા થવાથી તેનું મોત થયુ હતું. મૃતક યુવાન
અહીં રેસ્ટોરન્ટમાં કિચન હેલ્પર તરીકે કામ કરતો હતો.
અકસ્માતના બનાવ સંબંધે પેથાપુરમાં રહેતા અને કુડાસણ સ્થિત ધ
મસાલા સિક્રેટ રેસ્ટોરન્ટના મેનેજર આદિલ આરીફભાઇ પરમારે કાર ચાલક સામે ફરિયાદ
નોંધાવતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવાયા પ્રમાણે અકસ્માતના આ બનાવમાં મુળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ
રાંદેસણમાં રહેતા હિગ્માંશુ અર્જુનભાઇ શર્મા નામના ૧૮ વષય યુવાનનું મૃત્યુ થયુ
હતું. તારીખ ૩જીની રાત્રે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં આદિલ પરમાર ઘરે આવી ગયા હતાં.
ત્યારે હોટલના હેડ સેફ સુખદેવ ભટ્ટે તેને ફોન કરીને અકસ્માતના બનાવ અંગે જાણ કરતાં
તેઓ પણ કોબા ગાંધીનગર રોડ પર સુકન સ્કાય એપાર્ટમેન્ટ પાસે સ્થળ પર દોડી ગયા હતાં.
દરમિયાન એકઠા થઇ ગયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતાં ગંભીર ઇજાગ્રસ્ત
હિગ્માંશુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના
તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. બીજી બાજુ જાનલેવા અકસ્માત સર્જનાર
ચાલક તેની કાર સ્થળ પર જ પડતી મુકી દઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે આ બનાવ સંબંધે
તપાસ હાથ ધરી હતી.



