गुजरात

અબડાસા તાલુકાના નાના કરોડિયા ગામ માં પવન ચક્કી ના વીજ થાંભલા આડેધડ લગાવવા મુદ્દે કલેકટર ને આવેદન પત્ર

 

ભુજ

રીપોટર – કેતન સોની

છેવાડા નો વિસ્તાર અબડાસા તાલુકાના નાના કરોડિયા ગામ ની સીમ માં થોડા દિવસો પહેલા કે પી એનર્જી ના કંપની દ્વારા પવન ચક્કી નાખવામાં આવી હતી ત્યાર બાદ હાલ માં વીજ થાંભલા લગાડવાનું ચાલુ છે ગામ જનો દ્વારા કલેકટર શ્રી આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં ખાસ કરી ને આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે ગ્રામજનો ને વિશ્વાસ માં લીધા નથી કોઈ ગ્રામસભા નું પણ આયોજન કરેલ નથી તો કે પી એનર્જી કંપની કોની મંજુરી થી કામ કરી રહી છે ગામજનો માં કહેવા મુજબ ત્યાં લીલી ઝાડી પણ સાફ કરી નાખવામાં આવી છે તો જંગલ ખાતું શું પગલાં ભરશે ગામજનો ના જણાવ્યા મુજબ ગામ તળાવ ની કિનારે વીજ થાંભલા લગાવી રહ્યા છે તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી માંગ કરાઈ છે

Related Articles

Back to top button