પાકિસ્તાન મારફત રજૂ કરાયેલી યુદ્ધ-વિરામ દરખાસ્તને ઇરાને શા માટે નકારી ? | Why did Iran reject the ceasefire proposal presented through Pakistan

![]()
– અમેરિકી અધિકારીઓને મળવાની પણ ઇરાને સ્પષ્ટ ‘ના’ કહી : સામું કહ્યું, અમને અમેરિકાની માગણીઓ સ્વીકાર્ય નથી
નવી દિલ્હી : અમેરિકા-ઇરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવા ગયેલા પાકિસ્તાનના અધિકારીઓને ઇરાને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તે અમેરિકાના અધિકારીઓને મળવા માગતું નથી. વાસ્તવમાં પાકિસ્તાને અમેરિકી અધિકારીઓ અને ઇરાનના અધિકારીઓ વચ્ચે ઇસ્લામાબાદમાં મંત્રણા યોજવા તૈયારી દર્શાવી હતી.
આ માહિતી આપતાં વોલ સ્ટ્રીટ જર્નલ જણાવે છે કે પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશો પણ બન્ને પક્ષોને મંત્રણાના મેજ ઉપર લાવવા પ્રયત્નો કરતા હતા. પરંતુ ઇરાને આવી કોઈ મંત્રણામા ંભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં પાકિસ્તાનના અધિકારીઓને જણાવ્યું હતું કે અમેરિકાએ મુકેલી માગણીઓ તદ્દન અસ્વીકાર્ય હોવાથી અમે મંત્રણા કરવા તૈયાર નથી.
વોલ સ્ટ્રીટ જર્નલ સ્પષ્ટ રીતે જણાવે છે કે ઇરાન દ્વારા ભણવામાં આવેલો આ નકાર સ્પષ્ટ કહે છે કે બંને દેશો (અમેરિકા અને ઇરાન) વચ્ચ ચાલી રહેલી તંગદિલી ઘટાડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.તેટલું જ નહીં પરંતુ હવે ફરી કોઈવાર પણ શાંતિ મંત્રણા યોજાય તેવી શક્યતાઓ પણ અનિશ્ચિત બની ગઈ છે.
આ પૂર્વે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દારે કહ્યું હતું કે સાર્થક મંત્રણા યોજવા માટે યજમાનરૂપ બનવું તેને અમે અમારું સદભાગ્ય માનીએ છીએ.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ કહી રહ્યા છે કે શાંતિ મંત્રણા યોજવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે. જોકે તેઓએ તે અંગે વિશેષ કશી માહિતી આપી ન હતી.
એક્સ ઉપર પોતાનું નિવેદન રજૂ કરતાં ઇરાનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘારીએ જણાવ્યું હતું કે ઇરાનને વધુ મહત્વની અને અતાર્કિક માગણીઓ રજૂ કરવામાં આવી હતી. પાકિસ્તાનનાં જૂથને જે કહેવું હોય તે કહે પરંતુ અમે તે મંત્રણામાં ભાગ લેવાના નથી. આ સાથે તેમણે કહ્યું કે યુદ્ધ બંધ કરવાના પ્રાદેશિક વિસ્તારોમાંથી આવતા કોલ્સ સ્વીકાર્ય છે પરંતુ તે યાદ રાખવું જોઈએ કે યુદ્ધ શરૂ કોણે કર્યું છે.



