गुजरात

સાબરકાંઠામાં તમાકુની ખરીદીનો પ્રારંભ: 3 દિવસમાં 8 હજાર બોરીની આવક, ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી | himatnagar market yard tobacco income 8000 bags three days farmer prices



Himatnagar Market Yard Tobacco Prices: સાબરકાંઠા જિલ્લામાં રવિ પાકની લણણી બાદ હવે બજારમાં રોકડિયા પાકની આવક શરૂ થઈ ગઈ છે. હિંમતનગર સહકારી જિન પાસે આવેલા કોટન માર્કેટ યાર્ડમાં ગત બીજી એપ્રિલથી તમાકુની સત્તાવાર ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સીઝનના શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 8 હજાર બોરી તમાકુની આવક નોંધાતા યાર્ડમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ સારા મળતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે.

તમાકુના ભાવમાં તેજી

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખરીદીના પ્રથમ દિવસે આશરે  850 બોરીની આવક થઈ હતી અને ભાવ 1300થી 1850 રૂપિયા સુધી રહ્યા હતા. જોકે, બીજા દિવસથી જ બજારમાં તેજી જોવા મળી હતી અને ભાવ મણ દીઠ 2100 રૂપિયા સુધી પહોંચ્યા હતા. સારા ભાવને કારણે બીજા દિવસે 2500 બોરી અને આજે ત્રીજા દિવસે આવક વધીને કુલ 8 હજાર બોરી સુધી પહોંચી ગઈ છે. સાબરકાંઠામાં આ વર્ષે તમાકુનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું હોવાથી આગામી દિવસોમાં આવક હજુ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત

તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા

માર્કેટ યાર્ડમાં તમાકુની મસમોટી આવકને પગલે ટ્રાફિક અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને પોતાના પાકનું વજન કરાવવામાં કે નાણાં મેળવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે વેપારીઓ અને અધિકારીઓ ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યા છે. હિંમતનગર યાર્ડમાં જે પ્રકારે આવક અને ભાવ જોવા મળી રહ્યા છે, તેનાથી જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી પણ ખેડૂતો અહીં પાક વેચવા આવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button