गुजरात
જામનગર નજીક ધુવાવમાં રહેતા યુવાન પર મોડી રાત્રે લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો ત્રણ સામે પોલીસ ફરિયાદ | FIR filed against 3 for attacking young man living in Dhuvav near Jamnagar

![]()
Jamnagar : જામનગર નજીક ધુવાવ ગામમાં રહેતા મોહસીન હાજીભાઈ ખફી નામના 26 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના એક વાગ્યાના અરસામાં તેજ ગામના સબીર હનીફભાઈ તેમજ ઇમરાન ઈશાભાઈ અને ઇરફાન ઈશાભાઈ દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી દેવાતાં ઈજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ હુમલાના બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈ વસીમ હાજીભાઇએ પોતાના ભાઈ મોહસીન ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. સામું જોવા બાબતે અને રાત્રે મોડે સુધી જાગવા બાબતેની સામાન્ય બોલાચાલી બાદ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


