गुजरात
જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer in Jamnagar was caught by police while betting on an IPL cricket match

![]()
Jamnagar Police : જામનગરમાં ફરસાણનો વેપાર કરતો એક વેપારી ગઈકાલે પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પર આઈપીએલને ક્રિકેટ મેચનો સટ્ટો રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જેની સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર શહેરના સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો છે. મળતી માહિતી મુજબ તા.ગત રાત્રે ગુલાબનગર મોહનગર વિસ્તારમાં જાહેર રોડ પર પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન આરોપી જીગરભાઈ રાજેશભાઈ કાલાવડિયા પોતાના મોબાઇલ ફોનમાં આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ (ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. પંજાબ કિંગ્સ) પર હારજીતના સોદા પાડી જુગાર રમતા ઝડપાયો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ.5,000 ની કિંમતનો મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. અને આ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


