गुजरात

બોટાદમાં બપોરનો ઝઘડો રાત્રે જૂથ અથડામણમાં ફેરવાયો, 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ | botad gadhada group clash animal dispute police action 9 arrested news



Botad Gadhada Group Clash: બોટાદ જિલ્લાના ગઢડામાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિંચીયા પરા વિસ્તારમાં શુક્રવારે (ત્રીજી એપ્રિલ) રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે સામસામે હુમલા થયા હતા.

બપોરનો કલેશ રાત્રે લોહિયાળ બન્યો

મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે પશુને માર મારવા જેવી બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, આ વિવાદ શાંત પડવાને બદલે રાત્રે ફરી વકર્યો હતો. રાત્રિના સમયે થયેલી આ બબાલમાં રફિક હાજીભાઈ સૈયદ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 3 લોકોના મોત, 5ની હાલત ગંભીર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ એસપી, ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજીની ટીમો તાત્કાલિક ગઢડા દોડી ગઈ હતી. પોલીસે આ મામલે બંને પક્ષોની રજૂઆત સાંભળી બે મહિલા અને એક સગીર સહિત કુલ 11 લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે 9 શખસોની અટકાયત કરી લીધી છે. અત્યારે ગઢડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. 



Source link

Related Articles

Back to top button