मनोरंजन
હેરાફેરી થ્રી ફરી અટકી, લેખકે જ ફિલ્મ છોડી દીધી | Hera Pheri 3 stalled again the writer himself left the film

![]()
– કોમેડી ફિલ્મ આડે એક પછી એક વિધ્નો
– સતત કાનૂની સમસ્યાઓ આવી રહી હોવાનું જણાવી રોહન શંકરે ફિલ્મ છોડી
મુંબઈ : ‘હેરાફેરી થ્રી’ આડે એક નવું વિધ્ન આવ્યું છે. આ ફિલ્મના લેખક રોહન શંકરે જ ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મ આડે એક પછી એક કાનૂની સમસ્યાઓ આવી રહી હોવાથી તેણે આ ફિલ્મ છોડી હોવાનું જણાવ્યું છે.
અગાઉ આ ફિલ્મમાં પરેશ રાવલે અચાનક કામ કરવાનો ઈન્કાર કરી દેતાં તેને નોટિસ અપાઈ હતી. પરેશ રાવલને મનાવાયા બાદ મૂળ મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’ના સર્જકોએ ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ તેમની પાસે હોવાના મુદ્દે કાનૂની લડાઈની ચિમકી આપી હતી.
રોહન શંકરે કહ્યું હતું કે આ કાનૂની વિવાદોને કારણે અમારું કામ આગળ વધી શકતું નથી. આ સંજોગોમાં પોતે કંટાળી ગયો છે.



