दुनिया
ઇરાનનો અમેરિકાને તમાચો : વોટર-ગેસ પ્લાન્ટનો કચ્ચરઘાણ


– ઇરાનની એક પુલના જવાબમાં મધ્યપૂર્વના આઠ પુલોને ઉડાવવાની ધમકી
– ઇઝરાયેલને મોટો ફટકો પડયો : ઇરાને મિસાઇલ હુમલો કરીને ડ્રોન બનાવતી આખી ફેકટરી જ ઉડાવી દીધી
– ઇઝરાયેલે લેબનોનના પૂર્વી શહેરમાં ભીષણ હુમલો કરતાં બેનાં મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા
– અબુધાબીમાં મિસાઇલનો કાટમાળ પડતા પાંચ ભારતીયો સહિત 12ને ઇજા થઈ
તહેરાન, દુબઈ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને પાષાણ યુગમાં ધકેલવાની આપેલી ધમકીથી વીફરેલા ઇરાને આખી વ્યૂહરચના બદલતા કુવૈતમાં વોટર ડિસેલિનશન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો અને યુએઈના અબુધાબીમાં ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આમ આ યુદ્ધ ઇન્ફ્રાસ્ટ્રકચર વોરફેરનું સ્વરુપ ધારણ કરી ચૂક્યું છે.



