दुनिया

ટ્રમ્પે 1 મહિનામાં 3 ધુરંધરની કરી હકાલપટ્ટી, હવે કાશ પટેલ અને તુલસી ગબાર્ડનો વારો? | Will Kash Patel and Tulsi Gabbard also be released Upheaval in the Trump administration



– એટર્ની જનરલ પામ બેંડીને છૂટા કરાયા પછી સેનાધ્યક્ષ રેન્ડી જ્યોર્જને પણ પદ છોડવા ત્યાગપત્ર આપવા કહેવામાં આવ્યું

વોશિંગ્ટન : ઇરાન યુદ્ધને લીધે તેમજ ઇઝરાયલ- હમાસ અને ઇઝરાયલ લેબેનોન સંઘર્ષે મધ્ય પૂર્વ તેમજ પશ્ચિમ એશિયામાં ભારે મોટી ઉથલ પાથલ કરી નાખી છે. તો વોશિંગ્ટનમાં પણ બધુ ઉપર-તળે થઈ રહ્યું હોવાની જોરદાર હવા ચાલી રહી છે.

અમેરિકાના વોર-મિનિસ્ટર (સંરક્ષણ મંત્રી) પીટ હેગસેથે, સેનાધ્યક્ષ જનરલ રેન્ડી જ્યોર્જને પદ ઉપરથી દૂર કર્યાના બીજા દિવસે જ જોરદાર હવા ચાલી છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એફબીઆઈ ચીફ કાશ પટેલ અને ડાયરેકટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડને પણ કદાચ તેમના પદ ઉપરથી દૂર કરશે.

હજી ગઇકાલે જ જાણવા મળ્યું હતું કે અમેરિકી સેનાના ૪૧મા વડા રેન્ડી જયોર્જને તેમના પદ ઉપરથી તત્કાળ ઉતરી જવાનું કહેવામાં આવ્યું હતું.

પૂર્વ એફબીઆઈ એજન્ટ ક્રઇલ સેરાફીને જમણેરી હોસ્ટ એલેક્સ જોસ સાથે કરેલી વાતચીતમાં સૈરાફિને આગળ કહ્યું કે, સવાલ તે છે કે ‘આવું શા માટે થાય છે’. મારૃં અનુમાન છે કે, ટ્રમ્પ આ દ્વારા પોતાને તેવી રીતે રજૂ કરવા માગે છે કે, તેઓ જે નિર્ણયો લે છે તે તેમના પોતાના છે. કોઇના દબાણથી નિર્ણયો લેતા નથી.

બીજી તરફ કાશ પટેલનાં નેતૃત્વમાં એફબીઆઈ ખૂબ જ મોટા પ્રમાણમાં છટણી કરાઈ તે સામે કાનૂની પડકારો ઊભા થયા છે. ત્રણ પૂર્વ એજન્ટોએ કોર્ટમાં પોતાની બહાલીની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૨૦નાં ચૂંટણી પરિણામો બદલવા માટેના ટ્રમ્પના પ્રયાસો અંગે હાથ ધરેલી તપાસમાં તેઓ જોડાયા હોવાથી તેમને ગેરકાયદેસર દંડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષમાં જ ડઝન એફબીઆઈ એજન્ટોને તેમના પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. મિડીયા રિપોર્ટ પ્રમાણે કેટલાક મોટા પદોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. અમેરિકી પર્યાવરણ સંરક્ષણ એજન્સી (ઇપીએ) પ્રશાસક લી જેલ્ડીનને પામ બોન્ડીના સ્થાને એટર્ની જનરલ પદે લેવાય તેવી શક્યતા છે. તે ઉપરાંત નેશનલ ઇંટેલિજન્સ ડાયરેકટર તુલસી ગબ્બાર્ડને પણ તેમના પદેથી દૂર કરવાની ટ્રમ્પ-તંત્રમાં ચર્ચા ચાલે છે.



Source link

Related Articles

Back to top button