गुजरात

ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ | Police complaint that thieves steal copper wire worth 2 40 lakh from 3 solar plants near Dhrol



Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા વિસ્તારમાં આવેલા 3 સોલાર પ્લાન્ટમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરી કરી લાખો રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, તા.31/03/2026ના સાંજના સાતેક વાગ્યાથી તા.01/04/2026ના સવારના સાતેક વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે, અંદાજે 7 કિ.મી. દૂર હરિપર પીયાવા ચોકડી પાસે આવેલા સોલાર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હતો. ફરિયાદી ચંદ્રકાંતભાઈ ધરમશીભાઈ વાડોદરિયા (ઉંમર 49), હાલ રાજકોટ ખાતે રહેતા અને વ્યવસાયે વેપારી છે, તેમણે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

જે ફરિયાદ મુજબ, અજાણ્યા તસ્કરોએ ફરિયાદી તેમજ મોહનભાઈ રતનાભાઈ ડાંગરિયાના સોલાર પ્લાન્ટમાંથી આશરે 9000 મીટર કોપર વાયર (અંદાજિત કિંમત રૂ.1,80,000) તથા કુણાલભાઈ મોહનભાઈ ડાંગરિયાના સોલાર પ્લાન્ટમાંથી આશરે 3000 મીટર કોપર વાયર (અંદાજિત કિંમત રૂ.60,000) મળી કુલ 12,000 મીટર કોપર વાયર (કુલ કિંમત રૂ.2,40,000)ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે, અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button