दुनिया

હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની માગ, UNમાં રશિયા-ચીન અને ફ્રાન્સે પ્રસ્તાવને વીટો કર્યો | Macyon Warns of Missile Escalation as France Vetoes Military Move in Hormuz


UNSC Strait of Hormuz proposal: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં એક મહત્ત્વનો પ્રસ્તાવ અટવાયો છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, રશિયા, ચીન અને ફ્રાન્સે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની મંજૂરી માંગતા આરબ દેશોના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. બહેરીન અને અન્ય અખાતી દેશો દ્વારા તૈયાર કરાયેલા આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં અવરજવર સુરક્ષિત કરવા માટે તમામ આવશ્યક સાધનો અને સૈન્ય બળનો ઉપયોગ કરવાની છૂટ માંગવામાં આવી હતી, પરંતુ વિટો પાવર ધરાવતા આ ત્રણ દેશોએ લશ્કરી વિકલ્પનો વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અરબ દેશો દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવ પાછળ અમેરિકાની ભૂમિકા જ હોવાના અહેવાલ છે. જે ઈરાન વિરુદ્ધના યુદ્ધને વધુ ભડકાવવા અને દુનિયાના વિવિધ દેશોને એકજૂટ કરીને હોર્મુઝ ખોલાવવા માગે છે. 

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને મિસાઇલ હુમલાનું વધતું જોખમ

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સૈન્ય કાર્યવાહીના આ પ્રસ્તાવને ‘અવાસ્તવિક’ ગણાવતા તર્ક આપ્યો છે કે, આનાથી દરિયા કિનારે તહેનાત ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને તેમની બેલેસ્ટિક મિસાઇલોનું જોખમ વધી શકે છે. નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને આ વ્યૂહાત્મક માર્ગ બંધ કરી દીધો હતો. દુનિયાનો લગભગ 20% ક્રૂડ ઓઇલ અને ગેસનો પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે, જે બંધ થવાને કારણે વૈશ્વિક ઊર્જા બજાર ખોરવાયું છે અને કતાર જેવા દેશોને અબજો ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પની વિવાદિત ટિપ્પણીથી અમેરિકા સાથેના સંબંધોમાં ખટાશ! રશિયાની શરણે સાઉદીના રાજકુમાર

બહેરીનનો આકરો પ્રહાર: ઈરાનના વલણને ગણાવ્યું ‘દગાબાજ’

બહેરીને સુરક્ષા પરિષદમાં ઈરાનના વલણને ‘આક્રમક’ અને ‘દગાબાજ’ ગણાવી તેની આકરી ટીકા કરી છે. બહેરીનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે ઈરાને ઇમારતો, બંદરો અને ઍરપૉર્ટને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જંગની સ્થિતિ છતાં તે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર પોતાની નજર રાખશે. નિષ્ણાતો માને છે કે આ સંઘર્ષને કારણે ઈરાન અને તેના પડોશી દેશો વચ્ચેના સુધરી રહેલા સંબંધોને ગંભીર નુકસાન પહોંચ્યું છે અને હવે મધ્યસ્થીની જવાબદારી પાકિસ્તાન, તૂર્કીયે અને ઈજિપ્ત જેવા દેશોના હાથમાં આવી ગઈ છે.


હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની માગ, UNમાં રશિયા-ચીન અને ફ્રાન્સે પ્રસ્તાવને વીટો કર્યો 2 - image



Source link

Related Articles

Back to top button