બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train Project: Use of modern technology to place heavy girders on pillars

Vadodar Bullet Train Project : દેશના સૌપ્રથમ બુલેટ ટ્રેનના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહી છે, બ્રિજના ઉપર તોતિંગ વજનના ગર્ડરો મુકવાની અતિ મુશ્કેલ કામગીરી આધુનિક ટેકનોલોજીથી હાથ ધરવામાં આવી રહી છે. બ્રિજ પરની આ કામગીરી નિયત સમય મર્યાદામાં અચૂક પૂરી થવાનું નક્કી છે.

ઉલ્લેખનીય છે કે દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી વડોદરામાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલમાં આ કામગીરી સંદર્ભે અકોટા દાંડિયા બજાર બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનના બનાવવામાં આવેલા પીલરો પર ભારે વજનવાળા ગર્ડરો નિયત જગ્યાએ મૂકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેથી ભારે વજનવાળા ગર્ડરો ચોક્કસ નિયત જગ્યાએ અને ઓછા સમયમાં મૂકી શકાય છે. આવા મોટા પ્રોજેક્ટમાં કામગીરી ચોકસાઈથી કરવા સહિત સલામતીના તમામ ધોરણો પણ સુનિશ્ચિત કરાઈ રહ્યા છે.



