ટ્રમ્પે ફરી ટેરિફ ઝીંક્યો, ફાર્મા પર 100% ટેક્સ જ્યારે સ્ટીલ-એલ્યુમિનિયમ જેવા મેટલ્સને રાહત | Trump Trade Policy 2026: 100% Tariff on Foreign Drugs & 25% Tax on Metals

![]()
Donald Trump tariff : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે. તેમણે વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ટેક્સ વધારીને 100% કરી દીધો છે, જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા મેટલ્સ પરનો ટેક્સ ઘટાડીને 25% કરી દીધો છે.
ટ્રમ્પ શું ઈચ્છે છે?
ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ છે કે વિદેશી ફાર્મા કંપનીઓએ કાં તો પોતાની દવાઓની કિંમતો ઘટાડવી પડશે અથવા તેનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂ કરવું પડશે. જે કંપનીઓ આ શરત નહીં માને, તેમને અમેરિકન બજારમાં ટકી રહેવા માટે ભારે ટેક્સ ચૂકવવો પડશે.
મિત્ર દેશો માટે અલગ મર્યાદા
જે કંપનીઓ પોતાનું થોડું ઘણું ઉત્પાદન અમેરિકામાં શિફ્ટ કરશે, તેમને 20% ટેક્સના દાયરામાં રાખવામાં આવશે. જોકે, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન જેવા અમેરિકાના નજીકના વેપારી મિત્રો માટે આ ટેક્સની મર્યાદા 15% નક્કી કરવામાં આવી છે.
રાહત કોને અપાઇ?
બીજી તરફ, સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમ પર લાગતી ડ્યુટીમાં મોટી રાહત અપાઈ છે. પહેલા આ મેટલ્સ પર 50% ટેક્સ હતો, જે હવે ઘટાડીને 25% કરાયો છે. આ પગલાથી અમેરિકામાં ઘર આંગણે ઉદ્યોગોને સસ્તો કાચો માલ મળી રહેશે.
કેમ લીધો નિર્ણય?
આ નવા ટેક્સ પાછળનું એક કારણ સુપ્રીમ કોર્ટનો જૂનો આદેશ પણ છે. ફેબ્રુઆરીમાં કોર્ટે ટ્રમ્પના અગાઉના કેટલાક ટેક્સને ગેરકાયદેસર ગણાવ્યા હતા, જેના કારણે સરકારને 166 અબજ ડોલર રિફંડ આપવા પડ્યા હતા. આ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા ટ્રમ્પ આ નવો નિયમ લાવ્યા છે.
લોકો શું માને છે?
ફાર્મા કંપનીઓને આ ફેરફાર લાગુ કરવા માટે 120 થી 180 દિવસનો સમય અપાયો છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે દવાઓ પરના આકરા ટેક્સને કારણે સામાન્ય લોકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી થઈ શકે છે.



