मनोरंजन

સૌરવ ગાંગુલીની બાયોપિકનું શીર્ષક દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી | Sourav Ganguly biopic titled Dada: The Sourav Ganguly Story



– લવ રંજન ફિલ્મનું દિગ્દર્શન  કરી રહ્યો છે

– રાજકુમાર રાવે ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું હોવાનું અપડેટ આપ્યું

મુંબઇ : સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ  શરૂ થઇ ગયું છે.જેમાં મુખ્ય રોલ રાજકુમાર રાવ ભજવી રહ્યો છે. રાજકુમાર રાવ  સોશિયલ મીડિયા  પર જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મનું શૂટિગ શરૂ કરી દીધું છે. ફિલ્મને લવ રંજન પ્રોડયુસ કરી રહ્યો છે અને વિક્રમાદિત્ય મોટવાને ડાયરેકટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શીર્ષક ‘દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ રાખવામાં આવ્યું છે.

રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની બાયોપિકમાં  મુખ્ય રોલ કરી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની ખાસ તાલીમ લીધી છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલીના પરિવાર સાથે પણ ઘણો સમય પસાર કર્યો છે. 

જોકે, ટ્રેડ વર્તુળો આ ફિલ્મની સફળતા વિશે અત્યારથી જ શંકા  સેવી રહ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં તમામ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મો ફલોપ ગઈ છે. 



Source link

Related Articles

Back to top button