નર્મદા પાંજરાપોળ અને માસૂમ પર દુષ્કર્મ ના મુદ્દે કચ્છ કલેકટર ને આવેદન
ભુજ
રિપોર્ટર – કેતન સોની
આજે કચ્છ ભારતીય કિસાન સંઘ પરિવાર દ્વારા કચ્છ જિલ્લા ના કલેકટર ને બજેટ દરમ્યાન નર્મદા ના નીર માટે ફાળવાયેલા નાણાં નો ઉપયોગ થાય અને તે નાણાં ચાલુ વરસ દરમ્યાન તેનો ઉપયોગ થાય જમીન સંપાદનના પ્રશ્નો નું નિરાકરણ થાય તેવા હેતુસર સતા મંડળ નીઝડપ થી રચના થાય તેવી માંગ સાથે કચ્છ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.બીજી તરફ અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ પશુ ધન ના નિભાવ ની વિકટ સ્થિતિમાં માં સહાય આપવામાં આવે તેવી માંગ સાથે કલેકટર ને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ખાસ કરી કોરોના ની મહામારી એપ્રિલ અને મે માસ માટે ગૌશાળા અને પાંજરાપોળ ના પશુઓ માટે પ્રતિદિન રૂ ૨૫ ની સહાય આપવામાં આવી હતી તે બદલ ગુજરાત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો કચ્છ ના ગૌશાળા માટે ના મોટા દાનવીર મુંબઈ ના હોય છે પણ હાલ મુંબઈ ના ધંધા રોજગાર ઠપ્પ થયેલ હોઇ ત્યાં થી દાન મળતું બંધ થઈ ગયો છે ત્યારે ઔદ્યોગિક એકમો તેમના સી એસ આર ફંડ માંથી સરકાર ગૌશાળા અને પાંજરાપોળ ને દાન કરે તે માટે ઔધોધિક એકમો ને આદેશ કરે તેવી માંગ કરાઈ હતી.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તાજેતર માં નાની બાળકી પર થયેલ દુષ્કર્મ માં આરોપી ને પકડવામાં પોલીસ ની ઢીલી નીતિ શા માટે કરી રહી છે તે બાબતે કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું