गुजरात
ભુજ થી ખાવડા રોડ પર નું કામ ચાલુ હોવાથી અચાનક પડેલ વરસાદ ને લીધ રોડ બંધ થતાં બન્ની પછમ વિસ્તાર ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે
ભુજ
રિપોર્ટર – કેતન સોની
નિસર્ગ વાવાઝોડા ની અસર આજે ભુજ તાલુકા માં જોવા મળી હતી વાવાઝોડા ને લીધે ભુજ થી ખાવડા નો રસ્તો બંધ થઇ ગયો છે હાલ ભુજ થી ખાવડા રોડ પર નું કામ ચાલુ હોવાથી અચાનક પડેલ વરસાદ ને લીધ રોડ બંધ થતાં બન્ની પછમ વિસ્તાર ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે આમ પણ લોક ડાઉન ને લીધે આમ પણ ખાવડા ની પ્રજા હાડમારી ભોગવી રહી છે આજ બપોર ના સખત ઉકળાટ બાદ અચાનક ધૂળ ની ડમરી સાથે વરસાદ નું પણ આગમન થયું હતું જોરદાર પવન માં લીધે ભુજ ખાવડા રોડ પરના મોટો હોર્ડીગ પણ ધરાશાયી થયો હતો તેના લીધે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો વરસાદ બાદ ફરી તાપ નીકળતા ઉકળાટ નો અનુભવ થયો હતો