दुनिया

VIDEO: અમેરિકાનું F-15 ફાઈટર જેટ અને ઈરાનના શાહેદ ડ્રોન વચ્ચે હવાઈ યુદ્ધ કેમેરામાં કેદ | us fighter jet f15 american air force intercept iranian shahed drone viral video



Shahed Drone Viral Video: મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે ઉત્તરી ઈરાકના આકાશમાં એર વોરફેરનો એક થ્રીલર વીડિયો સામે આવ્યો છે. અહીં અમેરિકન વાયુસેનાનું અત્યાધુનિક F-15 ફાઈટર જેટ એક ઈરાની શાહેદ ડ્રોનનો પીછો કરી રહ્યું છે. યુદ્ધના તણાવ વચ્ચે આ બંને વિનાશક હથિયારોની ‘ડોગફાઈટ’ યુદ્ધના થ્રિલનો અહેસાસ કરાવે છે.

શાહેદ ડ્રોનની સ્માર્ટનેસ આગળ F-15 ફેઇલ

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે F-15નો પાયલટ વારંવાર ટર્ન લે છે, આકાશમાં કલાબાજીઓ કરે છે અને નીચે ઉતરીને ડ્રોનને વિઝ્યુઅલી ટ્રેક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ યુદ્ધમાં શાહેદ ડ્રોને ગજબની સ્માર્ટનેસ બતાવી છે. શાહેદ ડ્રોન વારંવાર F-15ના પાયલટને થાપ આપે છે અને ઘણું નીચે આવી જાય છે. F-15થી બચવા માટે તે પોતાની સ્પીડ પણ ઘટાડી દે છે.

80 મિલિયન ડોલરનું જેટ પણ ડ્રોન સામે લાચાર

આખરે 80 મિલિયન ડોલરનું અમેરિકન ફાઈટર જેટ આ શાહેદ ડ્રોનને કેમ ધ્વસ્ત કરી શકતું નથી અને F-15 વારંવાર ‘ઓવરશૂટ’ કરી જાય છે. આ દ્રશ્ય કંઈક એવું જ છે જાણે કોઈ ફોર્મ્યુલા-1 કાર એક નાનકડી માખીને પકડવાનો પ્રયાસ કરી રહી હોય. આખરે F-15ના પાયલટે સુરક્ષિત ઊંચાઈથી પણ નીચે આવવું પડ્યું, તેમ છતાં ડ્રોન બચીને નીકળ્યું હતું.

તેમ છતાં ડ્રોને સફળતાપૂર્વક કર્યો હુમલો

જમીન પર આ વીડિયો શૂટ કરનાર વ્યક્તિના હાથ પણ ધ્રૂજી રહ્યા છે, કારણ કે તેને વિમાનની સ્પીડ સાથે પોતાનો કેમેરો મેચ કરવાનો હતો. આ પીછો પૂરો થયો ત્યાં સુધીમાં ડ્રોને પોતાનું કામ કરી દીધું હતું. ડ્રોને સફળતાપૂર્વક હુમલો કરી એરબિલ પાસે આવેલી ‘કાસ્ટ્રોલ ઓઈલ ફેસિલિટી’ પર બ્લાસ્ટ કર્યો હતો. ધડાકા બાદ ત્યાં ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા. F-15 હજુ પણ આકાશમાં ચક્કર લગાવી રહ્યું હતું, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

મોંઘા જેટ સામે સસ્તા ડ્રોનનો પડકાર

આ ઘટના આધુનિક યુદ્ધનું નવું સ્વરૂપ ઉજાગર કરે છે. મોંઘા ફાઈટર જેટ્સ હાઈ-સ્પીડ ડોગફાઈટ માટે બનેલા છે, પરંતુ 20 થી 50 હજાર ડોલરના સસ્તા અને નીચી ઊંચાઈએ ઉડતા શાહેદ ડ્રોન તેમના માટે મોટો પડકાર બની ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ‘અસમપ્રમાણ યુદ્ધ’નું ઉદાહરણ છે, જ્યાં સસ્તી ટેકનોલોજી મોંઘી એર પાવરને ટક્કર આપી રહી છે.

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ઈરાનનું ભારત અંગે મોટું નિવેદન, કહ્યું- ‘તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત’

શાહેદ-136 ઈરાનનું ઘાતક અને સસ્તું હથિયાર

ઈરાનનું શાહેદ-136 ડ્રોન ઈઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ જંગમાં એક સસ્તું પણ ઘાતક હથિયાર સાબિત થયું છે. તે એક ‘વન-વે એટેક’ ડ્રોન છે, જે લક્ષ્ય પર જઈને પોતે વિસ્ફોટ કરી દે છે. તે ડેલ્ટા-વિંગ ડિઝાઇન ધરાવે છે, જેમાં પાછળના ભાગે પુશર પ્રોપેલર અને MD-550 પિસ્ટન એન્જિન હોય છે. GPS અને ઇનર્શિયલ નેવિગેશનથી સજ્જ આ ડ્રોન નીચી ઊંચાઈએ ઉડીને રડારને ચકમો આપી શકે છે. ઈરાને 2021માં તેને સાર્વજનિક કર્યું હતું. રશિયાને આ ડ્રોન ‘Geran-2’ નામે સપ્લાય કરવામાં આવ્યા છે, જેનો યુક્રેન યુદ્ધમાં મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે.



Source link

Related Articles

Back to top button