मनोरंजन

Ramayana Teaser: હનુમાન જયંતિએ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં | Nitesh tiwari film ramayana teaser released on hanuman jayanti


Ramayana Teaser: નિતેશ તિવારી અને રણબીર કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરની પ્રથમ ઝલક સામને આવી ગઈ છે. જેમાં તે ખૂબ જ સોમ્ય-શાંત અને શક્તિશાળી નજર આવી રહ્યો છે. આ મચ અવેટેડ ટીઝરને ધ્યાનથી જોતા તમને ઘણું બધુ જોવા મળશે. આ ટીઝર 2 મિનિટ અને 38 સેકન્ડનું છે. તેમાં એક પણ ડાયલોગ નથી, ફક્ત “રામ” સંભળાય રહ્યું છે. આ ટીઝર હનુમાન જયંતિના પાવન પર્વ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જો તમે ધ્યાન આપશો, તો તમને તેની નાની ઝલક દેખાશે, જેમ કે પુષ્પક વિમાન, રામનો સાઉન્ડ અને રાવણની ઝલક.

મેગા બજેટમાં બની છે આ ફિલ્મ

નિતેશ તિવારીની રામાયણ ધુરંધર 2 બાદ આ વર્ષનો મચ અવેટેડ પ્રોજેક્ટ છે. આ ફિલ્મ મેગા બજેટમાં બની છે. અહેવાલો પ્રમાણે ફિલ્મ પર લગભગ 4000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે બે પાર્ટમાં રિલીઝ થશે. પહેલો પાર્ટ 2026માં અને બીજો પાર્ટ 2027માં. બંને પાર્ટ દિવાળીના અવસરે જ સિનેમાઘરોમાં આવશે. મેકર્સે ફિલ્મ પર સસ્પેન્સ જાળવી રાખ્યું છે. તેઓ સમયાંતરે તેની ઝલક બતાવી રહ્યા છે. આજના ટીઝરમાં રામની ભૂમિકા ભજવતા રણબીર કપૂરનો ચહેરો દેખાડવામાં આવ્યો છે. બાકી કેરેક્ટરના શેડો દેખાયા છે. તેમાં લક્ષ્મણ, સીતા અને દશરથ સામેલ છે.

ટીઝરમાં યશની ઝલક

ટીઝરમાં રાવણની ભૂમિકા ભજવી રહેલા યશની ઝલક પણ જોવા મળી છે, જોકે, તેનો પાછળનો જ ભાગ બતાવવામાં આવ્યો છે. તેની એન્ટ્રી 2 મિનિટ 12 સેકન્ડ પર થાય છે. પુષ્પક વિમાનની ઝલક 2 મિનિટ 17 સેકન્ડ પર બતાવવામાં આવી છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, ટીઝરમાં તેની ઝલક જોવા નથી મળી, પરંતુ એક સમયે (1 મિનિટ 50 સેકન્ડ) ‘રામ’નો અવાજ સંભળાય છે. લોકો માની રહ્યા છે કે આ હનુમાનનો અવાજ હતો. બીજી તરફ કેટલાક લોકો માની રહ્યા છે કે આ દશરથ દ્વારા ઉચ્ચારવામાં આવેલા છેલ્લા શબ્દો હોઈ શકે છે.

Ramayana Teaser: હનુમાન જયંતિએ 'રામાયણ'નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં 2 - image

લોકોના રિએક્શન

આ ટીઝર પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે. ઘણા લોકો લખી રહ્યા છે કે, અમે યશની ઝલક જોવા માટે ઉત્સુક છીએ. બીજી તરફ કેટલાક લોકો હનુમાનના રોલમાં સની દેઓલને જોવા માટે એક્સાઈટેડ છે.

આ પણ વાંચો: ‘મને તો યુદ્ધમાં 32 દિવસ જ થયા છે…’, ઈરાનમાં નિષ્ફળતાથી ટ્રમ્પે ધુંઆપુંઆ થઈને ‘વૉર હિસ્ટરી’ યાદ કરી

ફિલ્મની કાસ્ટ

ફિલ્મ રામાયણને નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી છે. રાઈટર નિતેશ તિવારી, રવિ ઉદયવાર અને શ્રીધર રાઘવન છે. એક્ટર્સ રામ-રણબીર કપૂર, રાવણ-યશ, સીતા-સાઈ પલ્લવી, હનુમાન-સની દેઓલ, લક્ષ્મણ-રવિ દુબે, મંદોદરી-કાજલ અગ્રવાલ, કૈકેયી-લારા દત્તા, દશરથ-અરુણ ગોવિલ, શૂર્પણખા-રકુલપ્રીત અને શિવના રોલમાં મોહિત રેના છે. આ ફિલ્મ અંગ્રેજી સબટાઈટલ સાથે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.





Source link

Related Articles

Back to top button