પ્રિયંકાએ સુવર્ણ મંદિરમાં સેવા કરતાં ચાહકો દ્વારા પ્રશંસા | Priyanka Chopra praised by fans while serving at Golden Temple

![]()
– પ્રિયંકા હજુ પોતાનાં રુટ્સ ભૂલી નથી
– પ્રિયંકા ફલોર પર બેસી અન્ય મહિલાઓ સાથે વાસણ સફાઈની સેવા કરતી જોવા મળી
મુંબઇ : પ્રિયંકા ચોપરા અમૃતસરના સુવર્ણ મંદિરમાં વાસણ સાફ કરવાની સેવા આપી રહી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈ ચાહકો તેના પર ઓવારી ગયા હતા. એકદમ સાદાં વસ્ત્રોમાં માથે દુપટ્ટો ઢાંકીને અન્ય મહિલાઓ સાથે ફલોર પર બેસીને તેણે વાસણો સાફ કરવાની સેવા આપી હતી.
આ વિડીયો જોઈને ચાહકોએ પ્રિયંકાની ભરપૂર પ્રશંસા કરી હતી. સંખ્યાબંધ લોકોએ લખ્યુું હતું કે પ્રિયંકા હજુ પણ પોતાનાં મૂળિયાં ભૂૂલી નથી તે સારી વાત છે. કેટલાક લોકોએ લખ્યું હતું કે અનેક સેલિબ્રિટીઓએ પ્રિયંકા પાસેથી પ્રેરણા લેવાની જરુર છે. તે અમેરિકામાં રહીને પણ પોતાનું ભારતીયપણું જાળવી શકી છે. એટલુું જ નહિ તેણે નીક જોનાસના પરિવારને પણ ભારતીય રંગે રંગી દીધા છે. જોકે, પ્રિયંકા હાલ પંજાબની મુલાકાતે કયા હેતુસર ગઈ છે તેની વિગતો મળી નથી. તેણે અમૃતસરમાં પંજાબી છોલે કુલ્ચેનો પણ સ્વાદ માણ્યો હતો.



