गुजरात

વિદેશી દારૂ – બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, બે સામે ગુનો | One person arrested with a quantity of foreign liquor and beer two charged



– કરમસદના સંદેશર રોડ ઉપરથી

– પોલીસે દારૂનો જથ્થો અને મોબાઈલ સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ : આણંદ પાસેના કરમસદના સંદેશર રોડ ઉપરથી વિદ્યાનગર પોલીસે મંગળવારે એક શખ્સને વિદેશી દારૂના ક્વાર્ટરિયા અને બિયરના ટીન સાથે ઝડપી પાડયો હતો. પોલીસે રૂપિયા ૧૪,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ બે શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. 

કરમસદથી સંદેશર રોડ ઉપર આવેલા શાશ્વત બ્લીઝ નજીક રહેતો વસંત સનાભાઇ તળપદા પોતાના ઘર નજીક વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી વિદ્યાનગર પોલીસને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા એક ઘરની બહાર ગલ્લાં ઉપર બેઠેલો એક શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેના નામઠામ અંગે પૂછતા તે વસંત સનાભાઇ તળપદા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગલ્લાંની નીચે જોતા એક કાપડનો થેલો મળી આવ્યો હતો જેમાં તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂના ૨૦ નંગ ક્વાર્ટરિયા અને બિયરના ત્રણ નંગ ટીન મળી આવ્યા હતા જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૬૬૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ અને બિયર તેમજ એક મોબાઇલ મળી કુલ રૂપિયા ૧૪,૬૬૦નો મુદ્દામાલ કબજે લઈ વસંત તળપદાની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ કરમસદ ગામના પંચવટી વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ જીવણભાઈ તળપદા પાસેથી વેચાણ કરવા માટે લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે બંને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી



Source link

Related Articles

Back to top button