કેસરામાં હનુમાન જયંતિ નિમિત્તે કોમી એકતાનો નજારો જોવા મળશે | A scene of communal unity will be seen in Kesara on the occasion of Hanuman Jayanti

![]()
– આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે
– શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો હાર્દિક સ્વાગત કરી ઉત્તમ ઉદાહરણ આપશે
નડિયાદ : મહેમદાવાદ નજીક આવેલા કેસરા ગામે આ વર્ષે હનુમાન જયંતિના પાવન અવસરે શ્રદ્ધા સાથે કોમી એકતાનું પણ અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધામક કાર્યક્રમોની શ્રેણી યોજાઈ રહી છે.
કેસરા ગામે બાલા હનુમાનજી મંદિર ખાતે આજે (તા.૨ એપ્રિલ) ભવ્ય શોભાયાત્રા નીકળીને ગામમાં પ્રવેશ કરશે. આ શોભાયાત્રાનું ગામમાં આવેલા મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજની ઓફિસ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવશે, જે ધામક સહિષ્ણુતા અને ભાઈચારોનું ઉત્તમ પ્રતિક છે. મંદિર ખાતે છેલ્લા સાત વર્ષથી રામ જન્મોત્સવથી હનુમાન જન્મોત્સવ સુધી સાત દિવસીય ભવ્ય કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે વિશેષ આકર્ષણરૂપે મંદિર પ્રાંગણમાં ભારતભરના ૧૧ પ્રખ્યાત હનુમાનજી મંદિરોની આબેહૂબ ઝાંખી રજૂ કરવામાં આવી છે. તેમાં સાલાસર હનુમાનજી, મહેંદીપુર બાલાજી, કેમ્પ હનુમાનજી (અમદાવાદ), સારંગપુર હનુમાનજી, અયોધ્યાના હનુમાન ગઢી, પ્રયાગરાજના સૂતેલા હનુમાનજી, હંપીના યંત્ર હનુમાનજી, દ્વારકાના મકરધ્વજ, વારાણસીના સંકટ મોચન અને પૂનાના ઢૂલીયા મારુતિ જેવા પ્રસિદ્ધ ધામોની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. સાથે જ અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પણ નિર્માણ કરવામાં આવી છે, જે ભક્તોને વિશેષ આકર્ષે છે. આ સાત દિવસ દરમિયાન વૈદિક યજ્ઞાશાળામાં રોજ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ દ્વારા યજ્ઞાોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ બહેનો સેવા આપી રહી છે



