दुनिया
'અમે મરવા નથી માગતા, અમને બચાવી લો' હોમર્ઝમાં ફસાયેલા 20 હજાર નાગરિકોનો આર્તનાદ


– છેલ્લા એક મહિનાથી હોમર્ઝ સ્ટ્રેઈટસમાં ફસાયેલા 3000 જહાજો પરના નાવિકો પાસે રેશન અને પાણી પણ ખૂટી રહ્યાં છે
નવી દિલ્હી : છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા મધ્ય પૂર્વ યુધ્ધમાં ૩૦૦૦ જહાજો હોમર્ઝ સ્ટ્રેઇટસમાં ફસાઈ ગયા છે અને તે પર રહેલા ૨૦,૦૦૦ નાગરિકો સમક્ષ હવે ખાધા-ખોરાકી અને પીવાનું પાણી પણ ખૂટી જવા ઉપર છે. આ નાગરિકો ઉપર દરેક ક્ષણે મોતની તલવાર લટકતી રહી છે. એક તરફ નિશાન ચૂકી ગયેલું મિસાઇલ પડવાની ભીતિ છે તો બીજી તરફ ખાધાન્ન તથા પેય જળ પણ ખૂટી રહ્યાં છે. તેથી તેઓ સેવ-અવર સોલ્સના મેસેજ સાથે પોતાની મુશ્કેલીઓ તે જહાજો પર પહોંચે તેમ પત્રકારોને જણાવે છે.



