યુએઇમાં ઇરાની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ, એરપોર્ટથી પણ જવા નહી દેવાય | Iranian citizens banned from entering UAE will not be allowed to leave even from the airport

![]()
નવી દિલ્હી,૧ એપ્રિલ,૨૦૨૬,બુધવાર
ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુધ્ધથી ગલ્ફ દેશો સાથેના ઇરાનના સંબંધો વધુ ખરાબ થયા છે. યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)એ પોતાના દેશમાં ઇરાની નાગરિકોને પ્રવેશ ઉપર અને યુએઇથી પસાર થવા પર પ્રતિબંધ મુકયો છે. અમીરાતની ત્રણ મુખ્ય એરલાઇન્સ -એમિરેટ્સ, ઇતિહાદ અને ફલાઇ દુબઇએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત કરી છે.
આ નવા આદેશ અનુસાર ઇરાની પાસપોર્ટ ધારક યુએઇ આવી શકશે નહી એટલું જ નહી યુએઇના એરપોર્ટનો ઉપયોગ કરીને વિદેશમાં જઇ શકશે નહી. જો કે જે ઇરાની નાગરિકો યુએઇનો દસ વર્ષનો ગોલ્ડન વીઝા રેસિડન્સી પરમિટ ધરાવે છે તેઓને પરમિશન આપવામાં આવશે. જો કે યુએઇના અધિકારીઓ દ્વારા આ અંગે કોઇ જ ટિપ્પણી કે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. આ ક્ષેત્રમાં ચાલતી અસ્થિરતા અને સુરક્ષા ચિંતાઓની ચિંતાઓની વચ્ચે અ પગલું આંતરરાષ્ટ્રીય યાત્રા અને કુટનીતિક સંબંધો પર અસર પડવાની શકયતા છે.



