ઈરાને હવે ડેટા સેન્ટરને ટાર્ગેટ કર્યું, બહેરીનમાં અમેરિકન કંપની Amazon પર હુમલો | Iran Targets Amazon Data Center in Bahrain: US Tech Giants Under Threat Amid Middle East War

![]()
Iran Attacks Amazon Data Center Bahrain : મધ્ય પૂર્વમાં છેલ્લા 33 દિવસથી ચાલી રહેલા યુદ્ધ હવે ડેટા સેન્ટર સુધી પહોંચી ગયું છે. ઈરાને અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપ્યા બાદ બહેરીન સ્થિત એમેઝોનના ડેટા સેન્ટર પાસે ભયાનક હુમલો કર્યો છે. રિપોર્ટ મુજબ, ડેટા સેન્ટર પર સીધો હુમલો થોય નથી, પરંતુ તેની આસપાસ ડ્રોન ઝિંકવામાં આવતા સેન્ટરના ઓપરેશન્સને અસર થઈ છે. બહેરીન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈરાની હુમલાની માહિતી પણ અપાઈ છે, પરંતુ તેમાં એમેઝોનનો ઉલ્લેખ કરાયો નથી.
18 અમેરિકન ટેક કંપનીઓ ઈરાનના ટાર્ગેટ પર
ઈરાને કહ્યું છે કે, તેઓ Meta, Google, Apple અને Microsoft જેવી મોટી કંપનીઓના ડેટા બેઝ પર હુમલો કરશે. બહેરીનમાં કુલ 18 અમેરિકન ટેક કંપનીઓ ઈરાનના ટાર્ગેટ પર હોવાની વિગતો સામે આવી છે. યુઝર્સ એમેઝોન મુદ્દે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર સતત પોસ્ટ કરી રહ્યા છે. જો એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો થશે તો માત્ર એમેઝોન જ નહીં, પંરતુ વિશ્વની અનેક વેબ સર્વિસ ઠપ થઈ શકે છે.
જો ડેટા સેન્ટર હુમલો થાય તો વિશ્વ પર સંકટ
વાસ્તવમાં કોઈપણ ડેટા સેન્ટર માત્ર તે કંપની માટે હોતું નથી. ડેટા સેન્ટરમાં વિશ્વના લાખો-કરોડો યુઝર્સનો ડેટા હોય છે. તેમાં જુદી જુદી કંપનીઓના ડેટા પણ હોય છે. એવી વિગતો સામે આવી છે કે, વિશ્વની સૌથી મોટી ક્લાઉડ કંપની એમેઝોન વેબ સર્વિસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ભારત સહિત મોટાભાગના દેશો આ સર્વિસનો ઉપયોગ કરે છે. એટલે કે જો એમેઝોન ડેટા સેન્ટર પર હુમલો થાય તો અન્ય દેશોમાં પણ સર્વિસને મોટી અસર થઈ શકે છે. રાહતની વાત એ છે કે, આવી સંભાવના પણ ઓછી છે, કારણ કે દરેક વિસ્તારનું ડેટા સેન્ટર અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવે છે.
ઈરાન-અમેરિકાની એકબીજાને ધમકી
ઈરાને કહ્યું છે કે, હવે અમેરિકન કંપનીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને તે કંપનીઓ પર હુમલા કરાશે, જેઓ મધ્ય પૂર્વમાં ડેટા, ક્લાઉડ અથવા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરે છે. બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્પષ્ટ કહ્યું છએ કે, જો અમેરિકન કંપની અથવા તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થશે તેનો કડકાઈથી જવાબ અપાશે. તેમણે આ હુમલાને અમેરિકન હિતો પરનો હુમલો ગણાવ્યો છે. તેમણે ધમકી પણ આપી છે કે, સેના દ્વારા આવા કોઈપણ હુમલાનો જવાબ અપાશે અને આર્થિક સ્તરે પણ જવાબ અપાશે.



