दुनिया

ઈરાનને બરબાદ થતું કેમ જોવા માંગે છે UAE? 3 ટાપુઓને લઈને વિવાદ અને 120 વર્ષ જૂની છે દુશ્મનાવટ | Why UAE Wants Iran Defeated: 120 Year Dispute Over 3 Strategic Islands & Hormuz Control



UAE-Iran Controversy History : એકતરફ ઈરાન અમેરિકા-ઈઝરાયલના હુમલાનો સામનો કરી રહ્યું છે, તો બીજીતરફ સંયુક્ત આરબ અમિરાત (UAE) અને ઈરાન વચ્ચેને દુશ્મની જાહેરમાં સામે આવી છે. બંને દેશોના સંબંધો ઈતિહાસના સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગયા છે. મુખ્ય એરલાઈન્સ કંપની એરલાઈન અમિરેટ્સ, એતિહાદ અને ફ્લાઈ દુબઈએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર કહ્યું છે કે, યુદ્ધના કારણે યુએઈએ ઈરાનના લોકોને દેશમાં પ્રવેશવા પર અથવા ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ લાદી દીધો છે. 

ઈરાન-યુએઈ વચ્ચે 120 જૂની અદાવત

ઈરાન-યુએઈ વચ્ચેની આ દુશ્મની કોઈ નવી વાત નથી. બંને વચ્ચે 120 જૂની અદાવત છે. વૉલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ મુજબ, યુએઈએ ઈરાન સાથે યુદ્ધ ચાલી રાખવાની અમેરિકાને અપીલ કરી છે. એટલું જ નહીં તેણે અમેરિકાને સૈન્ય મદદ કરવાની પણ ઓફર કરી છે. યુએઈ ઈચ્છે છે કે, ઈરાન સંપૂર્ણ બરબાદ થઈ જાય.

બંને દેશો વચ્ચે દુશ્મનીનું કારણ

વાસ્તવમાં ઈરાને 1905માં અલ-મૂસા, ધ ગ્રેટર અને લેસર તુંબ ટાપુ પર દાવો કર્યો હતો. તે વખતે યુએઈએ બ્રિટની મદદથી આ ટાપુ બચાવવામાં સફળતા મેળવી હતી. જોકે 1971માં ઈરાને તેના પર કબજો કરી લીધો હતો. આ ત્રણે ટાપુ ફારસની ખાડી માટે તેમજ વિશ્વના સૌથી વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વના ટાપુ છે. આ ટાપુઓ હોર્મુઝ જળમાર્ગના પ્રવેશ દ્વાર છે.

આ પણ વાંચો : હોર્મુઝ અંગે અમેરિકાએ હાથ અદ્ધર કરતાં ભારતનો આ મિત્ર દેશ યુદ્ધમાં કૂદવા તૈયાર! મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું

ઈરાને 1971માં ત્રણ ટાપુ પર કબજો કર્યો

બ્રિટન સેના જતી રહ્યા બાદ ઈરાને 30 નવેમ્બર-1971માં સૈન્ય કાર્યવાહી કરીને ત્રણેય ટાપુ પર કબજો કરી લીધો હતો. આ દરમિયાન ગ્રેટર તુંબ પર અથડામણ થઈ હતી, જેના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ટાપુઓનું ફારસની ખાડીમાં મહત્ત્વ ખૂબ છે અને તેના દ્વારા હોર્મુઝને સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. સંરક્ષણ સહિતના વેપાર માટે આ ટાપુઓ ખુબ મહત્ત્વના છે. આ ટાપુઓ મહત્ત્વની સંપત્તિ છે, તેથી જ તેના પર કબજો કરવા માટે ઈરાન-યુએઈ વચ્ચે દુશ્મની ઉભી થઈ છે.

તમામ રીતે ત્રણેય ટાપુ ખૂબ મહત્ત્વના

આર્થિકરીતે અરબ દ્વીપકલ્પ અને ઈરાનમાં ક્રૂડ ઓઈલની શોધ થયા બાદ આ ટાપુઓના મહત્ત્વમાં વધારો થયો છે. વિશ્વમાં લગભગ 40 ટકા ક્રૂડ ઓઈલ હોર્મુઝ જળમાર્ગેથી સપ્લાય થાય છે. આ ઉપરાંત અબૂ મૂસા ટાપુની નીચે ક્રૂડ ઓઈલ અને ગેસનો અતૂટ ભંડાર હોવાની સંભાવના છે. ટાપુઓ અનેક મહત્ત્વ ધરાવતા હોવાના કારણે ત્યાં સેના પણ તહેનાત છે. જો ત્રણેય ટાપુ પર સંપૂર્ણ નિયંત્રણ આવી જાય તો હોર્મુઝમાંથી પસાર થતા તમામ ટ્રાફિક પર દેખરેખ રાખવાની સાથે નિયંત્રણ રાખી શકાય છે.

UAE ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં સામેલ થવા તૈયાર

ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 33 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે યુએઈની એન્ટ્રી થવાની સંભાવના છે. વાસ્તવમાં અમેરિકાનું સમર્થન કરી રહેલા સંયુક્ત આરબ અમીરાતે (UAE) યુદ્ધમાં ઉતરવા માટે વિચારણા શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, ઈરાને બંધ કરેલો હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે UAEએ અમેરિકા અને સાથી દેશોનો સાથ મેળવીને કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. યુએઈએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત તેણે હોર્મુઝ જળમાર્ગ સુરક્ષિત કરવા માટે અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોને ગઠબંધન બનાવવાની અપીલ કરી છે. જોકે રશિયા અને ચીન યુએઈના પ્રસ્તાવને અટકાવી શકે છે. સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના અન્ય દેશો પણ ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યા છે. જોકે તેઓએ હજુ સુધી યુદ્ધમાં પોતાની સેના ઉતારી નથી. બીજીતરફ અમેરિકી નૌસેનાનો પાંચમો કાફલો જે દેશમાં છે તે બહેરીને UAEના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. હવે આ પ્રસ્તાવ પર ટુંક સમયમાં મતદાન થઈ શકે છે. જો યુએઈ યુદ્ધમાં ઉતરશે તો અમેરિકાને ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ફરી યુ-ટર્ન: ન હોર્મુઝ ખુલ્યું, ન ડીલ થઈ; છતાં અમેરિકા કેમ ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર?



Source link

Related Articles

Back to top button