गुजरात
મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યા | Edible Oil Prices Surge in Gujarat Groundnut and Cottonseed Oil Dearer Amid Middle East Tension

Edible Oil Prices Surge in Gujarat: એક મહિના પૂર્વે, તા. 28 ફેબ્રુઆરીએ ઈરાન ઉપર ઈઝરાયલ-અમેરિકાએ હુમલો કર્યો અને મધ્ય-પૂર્વના દેશોમાં અશાંતિ અને યુદ્ધનો માહોલની હવે ખાદ્યચીજો ઉપર ઘેરી પ્રતિકૂળ અસર વર્તાઈ રહી છે. ગુજરાતમાં સ્થાનિક ઉત્પાદિત અને રૅકોર્ડબ્રેક મગફળીનો પાક છતાં યુદ્ધ પહેલાથી જ મોંઘુ કરાયેલું સિંગતેલ હવે વધુ રૂ. 30 મોંઘુ થયું છે જ્યારે ચાર દિવસમાં જ કપાસિયામાં રૂ. 115 અને આયાતી પામતેલમાં રૂ. 100નો તોતિંગ વધારો સામાન્ય જનતા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે.





