શાહરુખ બાદ અક્ષયની ફિલ્મનું દુબઈ શૂટિંગ પણ રદ | After Shah Rukh Akshay’s film’s Dubai shooting also cancelled

![]()
– ઈરાન યુદ્ધની બોલિવુડ ફિલ્મો પર અસર
– વેલકમ ટુ ધી જંગલનું ગીત હવે મુંબઈના મઢ આઈલેન્ડમાં જ ફિલ્માવાશે
મુંબઇ : હાલ ઇરાન-ઇઝરાયલ યુદ્ધને લીધે દુબઇની પરિસ્થિતિ વણસી ગઇ હોવાથી હવે ત્યાં શૂટિંગ થઇ શકે એમ ન હોવાથી બોલિવુડની અનેક ફિલ્મોનાં શૂટિંગ કેન્સલ થઇ રહ્યા છે. હાલમાં જ શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કેન્સલ કરીને પાર્લાના એક સ્ટુડિયોમાં કરવાનો નિર્ણય લીધો હતો. હવે અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું દુબઇનું શૂટિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુબઇમાં આ ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ આઇલેન્ડમાં કરવામાં આવશે.
ફિલ્મ દિગ્દર્શક અહમદ ખાને પોતાની આ કોમેડી ફિલ્મના ગીતનું શૂટિંગ માટે મઢ આઈલેન્ડ તથા ગોરેગામના સ્ટુડિયોમાં તૈયારી આદરી છે. સ્ટુડિયોમાં નાઇટ ક્લબ, કસીનો અને પ્રાઇવેટ જેટ ના સેટ તૈયાર કરવામાં આવશે.
આ ગીતમાં ફિલ્મની મુખ્ય કલાકારો અક્ષય કુમાર, રવીના ટંડન, જેકી શ્રોફ, પરેશ રાવલ,લારા દત્તા, દિશા પટાણી, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડિઝ, શ્રેયસ તલપડે સહિતના કલાકારો જોવા મળે તેવી સંભાવના છે.



