मनोरंजन

અલકા યાજ્ઞિક હજુ પણ ગીતો ગાઈ નહીં શકે | Alka Yagnik still can sing songs



– બે વર્ષ પહેલાં કાનની બીમારી ડિટેક્ટ થઈ હતી

– અનેક સંગીતકારો સંપર્ક કરે છે પરંતુ હજુ પોતે ગાવા માટે સક્ષમ નથી તેવો જવાબ

મુંબઇ : સિંગર અલકા યાજ્ઞિાકે જણાવ્યું છે કે તેની કાનની બીમારી હજુ યથાવત હોવાથી હજુ પણ કેટલાક સમય માટે પોતે કોઈ ગીત ગાઈ શકે તેમ નથી. 

તેણે કહ્યું હતું કે સંગીતકારો ગીત ગાવા માટે મારો સંપર્ક કરે છે, પરંતુ હું તેમની સાથે કામ કરવા સક્ષમ નથી.અલકા યાજ્ઞિાકે ઇમ્તિઆઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલામાં ગાયું  હતું. જે ૨૦૨૪માં ંરિલીઝ થઇ હતી.  બે વર્ષ પહેલાં તેને સેન્સોરિયલ નર્વ હિયરિંગ લોસનું નિદાન થયું હતું. કોઈ વાયરલ એટેકના કારણે તેને આ બીમારી થઈ છે. અલકાએ અગાઉ ૨૦૨૪માં જણાવ્યું હતું કે એક ફલાઈટમાંથી ઉતરતી વખતે પોતાને સહસા ખ્યાલ આવ્યો હતો કે પોતે કશું સાંભળી શકતી નથી. તે પછી તેણે તબીબી તપાસ કરાવી હતી. તેમાં આ બીમારીનું નિદાન થયું હતું. ત્યારથી પોતે સંગીતની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ છે. 



Source link

Related Articles

Back to top button