मनोरंजन
હર્ષવર્ધન રાણેની યુનિફોર્મ ફિલ્મ માટે અનિલ કપૂરને ઓફર | Anil Kapoor offered for Harshvardhan Rane Uniform film

![]()
– મિલાપ ઝવેરી ફિલ્મ બનાવી રહ્યો છે
– અનિલ કપૂરને આ ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ ઓફર કરાયાની ચર્ચા
મુંબઇ : મિલાપ ઝવેરી અને હર્ષવર્ધન રાણે ‘એક દીવાને કી દીવાનિયત’ પછી બીજી વખત ફિલ્મ ‘યુનિફોમ’ર્માં સાથે કામ કરશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,આ ફિલ્મમાં અનિલ કપૂરની એન્ટ્રી પણ થવાની શક્યતા છે.
અનિલકપૂરનો આ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અનેઆકાંક્ષા શર્મા મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું શૂટિંગ મે ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. જોકે અનિલ કપૂરની આ ફિલ્મની એન્ટ્રી વિશે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. ઉલ્લખનીય છે કે, અનિલ કપૂરે પોતાની પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં સાત વખત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે.



