ઇઝરાયેલના કાનૂનમાં બેવડાં ધોરણો : આતંકી હુમલા માટે પેલેસ્ટાઈનીઓને ફાંસી : યહુદીઓને અન્ય સજા કરાશે | Israeli law: Palestinians executed for terror attacks: Jews will be given other punishments

![]()
– ઇઝરાયેલી નેસેટે (સંસદે) આ કાનૂન ઘડતાં એક સાંસદે સંસદમાં શેમ્પેઈન છલકાવ્યો : ઇઝરાયેલમાં કટ્ટર જમણેરીઓ આનંદવિભોર બન્યા
તેલ, અવિવ : દુનિયામાં ક્યાંયે જોવા ન મળે તેવું ઇઝરાયલી નેસેટ (સંસદ)માં જોવા મળ્યું હતું. જે પેલેસ્ટાઈનીઓ આતંકી હુમલા કરી યહુદીઓની હત્યા કરે તેમને ફાંસીની સજા કરવાનો કાયદો ઘડવામાં આવ્યો હતો, અને તે કાયદો ભારે બહુમતીથી પસાર થતાં, કેટલાંક સાંસદોએ શેમ્પેઈનની બોટલો સંસદ ગૃહમાં જ ફોડી હતી.
આ કાયદા પ્રમાણે જે પેલેસ્ટાઈનીઓ આતંકી હુમલા કરી યહુદીઓની હત્યા કરે તેમને ફાંસીની સજા ફરમાવતા મિલિટરી-કોર્ટના હુકમને પણ સ્વીકાર્ય ગણ્યો હતો.
ઉલ્લેખનીય તે છે કે આ કાયદામાં જે યહુદી પેલેસ્ટાઈનીઓ મારી નાખે તો તેને શી સજા થાય. તેવી કોઈ સ્પષ્ટતા જ નથી. કે તેનો કોઈ ઉલ્લેખ જ નથી. આમ ઇઝરાયેલે ન્યાયની બાબતમાં પણ બેવડાં ધોરણો અનુસરવાં શરૂ કર્યાં છે.
જોકે, આ કાનૂનથી ઇઝરાયલના કટ્ટર જમણેરીઓ તો આનંદવિભોર બની ગયા છે.
બીજી તરફ ઇઝરાયલને સતત સાથ આપતાં યુરોપીયન યુનિયને પણ ઇઝરાયલનાં આ પગલાંની ઉગ્ર ટીકા કરી છે. યુરોપીયન યુનિયનના પ્રવક્તાએ કહ્યું હતું કે પહેલાં તો ઇઝરાયલમાં દેહાંત દંડની સજા જ કાઢી નાખવામાં આવી હતી. તે સજા પાછી શા માટે લાવવામાં આવી ? અને તેમાં પણ બેવડાં ધોરણો રાખવાં તે ન્યાયિક-પ્રક્રિયાની સ્પષ્ટ અવહેલના છે.



