दुनिया

ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે? ઈરાનની સંસદમાં હોર્મુઝ અંગે નવો કાયદો પસાર | iran strait of hormuz toll tax trump war warning us israel




Iran Israel sea war : વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતાં જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે.

શું છે ઈરાનનો નવો ટોલ પ્લાન?

ઈરાની સરકારી મીડિયા IRIBના અહેવાલ મુજબ, આ નવી યોજના હેઠળ હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતાં તમામ વ્યાપારી જહાજોએ ટેક્સ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે.

કોના પર પ્રતિબંધ?

આ યોજનામાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે દેશોએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, તેમના જહાજોને પણ આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. આ માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં ઈરાન ઓમાનની મદદ લેશે.

આ પણ વાંચશો : ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા!

ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ચેતવણી ઈરાનને તબાહ કરી દઈશું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપતાં લખ્યું છે કે, જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને વ્યાપાર માટે તરત જ નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવાઓ અને ખાર્ગ ટાપુ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.

અમેરિકન નાણામંત્રીએ કહ્યું અમે કબ્જો કરીશું

બીજી તરફ, અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં જ હોર્મુઝ પર ફરીથી પોતાનું નિયંત્રણ મેળવશે અને જહાજોની અવરજવર માટે સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે, તેથી જો આ રસ્તો બંધ થશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે છે.



Source link

Related Articles

Back to top button