गुजरात
વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Police complaint filed against youth for made obscene gestures to married woman in Vadodara

![]()
Vadodara : વડોદરા શહેરની 35 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે બપોરે 4:00 વાગે હું નવાપુરા સાંઈબાબાના મંદિરની પાસે રહેતા મારા સંબંધીના ઘરે ગઈ હતી. અને તેઓને કહ્યું કે મારો મોબાઇલ ફોન બગડી ગયો છે અને રીપેર કરવા જવાનું છે તમારો છોકરો સાંજે ઘરે આવે તો મારી સાથે મોકલજો. ત્યારબાદ હું મારા ઘરે જવા નીકળી હતી તે દરમિયાન રસ્તામાં શિયાબાગ નારાયણ કોમ્પલેક્ષ પાસે સલીમ ઈબ્રાહીમભાઇ રાઠોડ (રહે.ભાઉદાસ મહોલ્લો શિયાબાગ)મારી સામે જોઈને આંખો મારી મને ગંદા અને અશ્લીલ ઇશારા કરી તેના તરફ બોલાવતો હતો. જેથી હું તેમને કહેવા જતા મને ગાળો બોલવા લાગ્યો હતો તે દરમિયાન મારી નણંદ આવી જતા સલીમ ત્યાંથી ભાગી ગયો હતો અને હું ઘરે જતી રહી હતી.



