गुजरात

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidyavihar Secondary School was sentenced to two years of simple imprisonment



– વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ વાપરી જવાના કેસમાં

– બે વર્ષની શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓને નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો

ભાવનગર : ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ વિદ્યાવિહાર માધ્યમિક શાળાના વિધાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ અંગત ઉપયોગમાં વાપરી સરકારી નાણાંનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં શાળાના તત્કાલીન આચાર્યને અદાલતે બે વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.

શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ  વિદ્યાવિહાર માધ્યમિક શાળામાં વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૫ દરમિયાન આચાર્ય તરીકે ફરજ બજાવતા છગનભાઇ શાર્દુલભાઈ જાંબુચા રહે.પ્લોટ નં ૧૭૭,હરિ ઓમ નગર,ભાવનગર એ ગુજરાત સરકાર તરફથી પછાત વર્ગ અને આથક પછાત વર્ગ તેમજ વિકસિત વિમુખ જાતિઓના બાળકોને ફાળવવામાં આવેલી વર્ષ ૨૦૦૩/૨૦૦૪ માટે ૧૮૦ વિદ્યાર્થીઓની શિયાવૃતિની રકમ રૂ.૩૫૫૪૦/-૧ તેમજ વર્ષ ૨૦૦૪/૨૦૦૫ માટે ૧૪૯ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ રૂ.૨૩,૨૦૫/- મળી કુલ રૂ.૫૮,૭૪૫/- વિધાર્થીઓને ચૂકવવાના બદલે સમયાંતરે પોતાના અંગત ઉપયોગમાં વાપરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરી ગુજરાત સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા સરકાર પક્ષે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ વાય. બી.પટેલની કોર્ટમાં ચાલી જતા અદાલતે છગનભાઇ જાંબુચાને કસુરવાર ગણી બે વર્ષની સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.



Source link

Related Articles

Back to top button